ખંભાત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ ખંભાત વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભાજપના નવ નિયુક્ત યુવા અને ઉત્સાહી જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલનો સત્કાર તેમજ સ્નેહ મિલન સમારંભ અનાજ મુખ્ય માર્કેટ યાર્ડ તારાપુર રોડ ખંભાત ખાતે યોજાયો હતો.   

સંજયભાઈ પટેલ પર પ્રકાશ પાડીએ તો, જેઓ વર્ષો પહેલા રાલજ ગામના 10 વર્ષ સુધી સરપંચ રહી ચૂક્યા છે.ખંભાત વિધાનસભાના ધારાસભ્ય પદે પણ સેવાઓ આપી છે.ખંભાત એપીએમસીના પૂર્વ ચેરમેન તેમજ હાલમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને મહાનગરના પ્રભારી તરીકેની પણ જવાબદારી આપી હતી.હવે ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળે સંજયભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકીને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.જે હેતુસર જિલ્લા પ્રમુખનો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

સંજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ અડગ રાખી હું નિષ્ઠાથી મારી ઉપર જે જવાબદારી મૂકી છે તે નિભાવીશ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને આણંદ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી આપવા બદલ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી, તથા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મંત્રી રત્નાકરજી એ વગેરેનો હું આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું.મને આપેલી જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.આણંદ જિલ્લાને કેમ કરીને આગળ લાવવો અને ભારતીય જનતા પાર્ટીનું કાયમને માટે જળવાઈ રહે અને ભારતીય જનતા પાર્ટીમાં દિવસેને દિવસે વધુ લોકો જોડાય તેઓ પ્રયત્ન કાયમ કરતો રહીશ. 

 પ્રસંગે આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ પટેલ તેમજ ખંભાતના લોકપ્રિય સેવાભાવી ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ તેમજ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્યઓ પૂર્વ સાંસદો, જિલ્લા ભરના વિવિધ હોદ્દેદારો,જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યો, ખૂબ જ વિશાળ સંખ્યામાં તાલુકા અને શહેરના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.