હિટ એન્ડ રનમાં વૃદ્ધનું મોત:

ખેડા-તારાપુર રોડ પર વૃદ્ધને અડફેટે લઇ સ્પોર્ટ્સ બાઈક ચાલક ફરાર.

ખેડા જિલ્લામાં મંગળવારે એક કરુણ ઘટના સામે આવી છે. ત્રાજ ગામના શ્વાન પ્રેમી વૃદ્ધનું સ્પોર્ટ્સ બાઈકની અડફેટે મોત થયું છે. ત્રાજ ગામના સૂર્યકાંતભાઈ રમણભાઈ પટેલ દરરોજની જેમ શ્વાનને રોટલી ખવડાવવા માટે ખેતર પાસે ગયા હતા. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા સ્પોર્ટ્સ બાઈક ચાલકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ બાઈક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઈજાઓ સાથે સૂર્યકાંતભાઈને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સૂર્યકાંતભાઈ શ્વાન પ્રેમી હતા અને રોજ નિયમિત રીતે શ્વાનોને ખવડાવવા જતા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા બાઈક ચાલકની શોધખોળ શરૂ કરી છે. ખેડા જિલ્લામાં વધતા જતા અકસ્માતોની ઘટનાઓએ ચિંતાનો વિષય બન્યો છે.

રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા