વાવ તાલુકાના એટા-રામપુરા પાસે ગાડી રવિવારે બપોરે એક છોટાહાથીનું ટાયર ફાટતાં પલ્ટી જતાં તેમાં સવાર 1 વ્યક્તિનું મોત નિપજ્યું હતુ.જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલને 108 દ્વારા ભાભર સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ભાભરના માળી સમાજના લોકો રવિવારે ભાભરથી વાવના ગંભીરપુરા ગામે બેસણામાં જઇ રહ્યા હતા.ત્યારે એટા-રામપુરા પાસે છોટાહાથીનું ટાયર ફાટતાં ગાડી પલ્ટી ગઇ હતી અને ગાડીમાં સવાર 13 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને 108 દ્વારા ભાભર સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાંથી 4 લોકોને વધુ ઇજા થતાં આગળ રીફર કરાયા હતા.અકસ્માતના સમાચાર મળતાં ભાભર સરકારી હોસ્પિટલમાં માળી સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.
રામાભાઇ ગોવાભાઇ માળીના પરિવારના 7 લોકો ઘાયલ થયા હતા. 85 વર્ષના ખેમીબેન રામાભાઇ માળીને ઇજા થઇ હતી.જ્યારે તેમના 55 વર્ષીય પુત્ર ભાવાભાઇ રામાભાઇ માળીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તમામ ઘાયલને 108 દ્વારા ભાભર સામૂહીક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
અકસ્માતમાં ઘાયલ
1. પ્રભાબેન ભાવાભાઇ માળી
2. ખેમીબેન રામાભાઇ માળી
3. ગજાભાઇ રામાભાઇ માળી
4. મીરાબેન ગજાભાઇ માળી
5. મણીબેન નારણભાઇ માળી
6. વાલાભાઇ રામાભાઇ માળી
7.અશોકભાઇ વાઘાભાઇ માળી
8. રમેશભાઇ દલાભાઇ માળી
9. દશરથભાઇ પશાભાઇ માળી
10. નવિન અરજણભાઇ માળી
11. રખૂબેન વાલાભાઇ માળી
12. રણછોડભાઇ ગંગારામભાઇ માળી
13. સમુબેન રણછોડભાઇ માળી