થરાદના ડમીકાંડ પ્રકરણમાં બનાસકાંઠા જીલ્લા માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા જેને શકદાર તરીકે જોવાઇ રહ્યો હતો તે શિક્ષક ભરત પરમાર પોતાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો હોવાની સ્યુસાઇડ નોટ લખી કેનાલમાં ગુરૂવારે સવારે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ઉલ્લેખનિય છે કે શિક્ષક ગુરુવારે ગુમ થઈ ગયા હતા.શુક્રવારે કેનાલમાંથી લાશ મળી આવ્યા બાદ પરિવારે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરતા થરાદ પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરતા શનિવારે સવારે મૃતક શિક્ષકના થરાદમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. થરાદ પોલીસે જણાવ્યું કે મૃતક શિક્ષકના પિતાની ફરિયાદના આધારે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ, પઠામડા શાળાની શિક્ષિકા અંકિતા મહેતા, ડમી છાત્ર સહિત 6 સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધવામા આવી છે. સમગ્ર કેસની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે જેઓ શનિવારે સાંજે થરાદ પહોંચ્યા હતા.
મૃતક શિક્ષકના પિતા દયારામભાઇ પરમારએ નોંધાવેલી ફરિયાદ મુજબ શિક્ષક ભરતભાઇ છેલ્લા ચાર વર્ષથી પઠામડા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. વર્ષમાં ધો. 12 ની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા ત્યારે આચાર્ય તરીકે અંકિતાબેન ફરજ બજાવતા હતા અને લાલજીભાઇ ઘુડાભાઇ પટેલ (રહે.ખોરડા તા.થરાદ)એ એચ.એસ.સી. પરીક્ષાનું એકસટર્નલ વિદ્યાર્થી તરીકેનું ફોર્મ ભર્યું હતુ અને તે ફોર્મમાં ગણપતભાઇ ઓખાભાઇ જોષીનો ફોટો પરીક્ષા ફોર્મમાં અંકિતાબેને તેમના પાસવર્ડ અને યુઝર આઇ.ડી થી અપલોડ કર્યો હતો.આ બાબતમાં મારા પુત્ર ભરતભાઇની સંડોવણી થાય તેવા બદઇરાદાથી અંકિતાબેને રજા ઉપર જઇને ચાર્જ મારા પુત્રને સોપેલ હતો જે દિવસે વિદ્યાર્થીના ફોર્મ અપલોડ કર્યા હતા તે દિવસે અંકિતાબેન જાણી જોઇને રજા ઉપર ગયા હતા અને તેઓએ અગાઉથી કરેલી ગોઠવણ મુજબ ગણેશભાઇ ઘનાભાઇ પટેલ સાથે મળીને તેમના યુઝર આઇ.ડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ ગણેશભાઇ દ્રારા કરવામાં આવ્યા હતા અને તે દિવસે ભરતભાઇનુ નામ આવે તવું કાવતરૂ કરવામાં આવ્યું હતુ આ કામગીરી કોઇ સ્ટાફના ઘરેથી તેમના અંગત કોમ્પ્યુટરમાંથી કરી હતી અને ત્યારબાદ વિધાર્થીઓને પરીક્ષાની રીસિપ્ટ ભરતભાઇ દ્રારા અપાવીને સંડોવણી કરવામાં આવી હતી.
1.આચાર્ય અંકિતાબેન મહેતા: ડમી પરીક્ષાર્થીનું ફોર્મ અને ફોટો પોતાના પાસવર્ડ અને યુજર આઈડીથી અપલોડ કર્યો અને પછી ચાર્જ ભરતભાઈ ને સોંપી રજા પર ઉતરી ગયા જેનાથી ભરતભાઈ નું નામ આવે તે રીતે અગાઉથી જ કાવતરું રચ્યું હતું.
2.લાલજીભાઈ ધુડાભાઈ પટેલ : ધોરણ 12 ની પરીક્ષા માટે એક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે ફોર્મ ભર્યું હતું અને તે ફોર્મમાં ગણપતભાઈ ઓખાભાઈ જોશીનો ફોટો ચોટાડ્યો હતો.
3.ગણપતભાઈ ઓખાભાઈ જોશી. લાલજીભાઈ ધુડાભાઈ પટેલની જગ્યાએ ડમી તરીકે પરીક્ષા આપી અંકિતાબેન મહેતા સાથે અગાઉથી ઘડેલા કાવતરા મુજબ અંકિતાબેન રજા પર ઉતરી ગણેશભાઈ સાથે મળી તેમના યુઝર આઇડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ કરાવ્યું અને તે દિવસે ભરતભાઈનું નામ આવે તેવું કાવતરું કર્યું.આ કામગીરી કોઈના અંગત કોમ્પ્યુટરમાંથી કરાઈ અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પરીક્ષાની રીસીપ્ટ ભરતભાઈ દ્વારા અપાવી તેમની આ કાંડમાં સંડોવણી કરી દીધી
4. જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ : ડમી કાંડનો વિદ્યાર્થી ગણપતભાઈ જોશી પકડાતાં તપાસ માટે પાલનપુર કચેરી ભરતભાઈને બોલાવી ગુનો કબૂલવા ધમકાવીને કહ્યું તમે અંકિતાબેન તેમના પતિ અને ગણેશભાઈનું નામ ના આપો. જો ગુનો નહીં કબુલો તો તમને પઠામણા શાળામાં નોકરી નહીં કરવા દઉં અને સસ્પેન્ડ કરી કોઈ કાળે છોડીશ નહીં.
5. અંકિતાબેનના પતિ: ફોન પર ગુનો કબુલ કરી લો તેવું કહી ખૂબ ધમકાવ્યો .જેથી માનસિક ત્રાસથી કંટાળી ભરતભાઈએ આપઘાત કરી લીધો.
6. ગણેશભાઈ ધનાભાઈ પટેલ: અંકિતાબેન રજા પર ઉતરી ગણેશભાઈ સાથે અગાઉથી જ ગોઠવણ મુજબ તેમની સાથે મળી તેમના યુઝર આઇડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ ગણેશભાઈ દ્વારા કરાવી ભરતભાઈ ને ફસાવ્યા.
આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, ભરતભાઈની બેગ ઘરે હતી તપાસ કરતાં એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું કે " મારુ નિવેદન હુ ભરતભાઇ ડી પરમાર મારા છેલ્લા શબ્દોમાં કહેવા માગુ છુ કે અત્યારે જે પણ આ ઘટના બની રહી છે તેમાં હુ સંપૂર્ણ નિર્દોષ છુ. પૂર્વ આચાર્ય અંકિતા બહેન મહેતાના કાર્યકાળમાં એચ..એસ.સી બોર્ડના રેગયુલર અને એકસ્ટર્નલ ફોર્મ ભરવામાં આવ્યાં. હોલ ટિકિટ આપ્યા બાદ પટેલ લાલજીભાઇ ઘુડાભાઇની હોલ ટિકિટ સિવાયની દરેક હોલ ટિકિટ મે મારા હસ્તે બઘાને આપેલ અને પટેલ લાલજીભાઇની જમા કરેલ હતી. પરંતુ મારી જાણ બહાર કોઇકે તે હોલ ટિકિટ સોપી દીધેલ. જેની કોઇ સહી પણ લીધેલ નથી.
આમની સામે ગુનો નોંધાયો
(1) લાલજીભાઇ ઘુડાભાઇ પટેલ( ગામ. ખોરડા,તા. થરાદ)
(2) ગણપતભાઇ ઓખાભાઇ જોષી (ગામ. મોરીખા,તા. વાવ, મૂળ રહે. માડકા હાલ રહે. મોરીખા)
(3) અંકિતાબેન મહેતા (ગામ. પથામડા,તા. થરાદ.શિક્ષક પઠામડા સરકારી માધ્યમિક શાળા)
(4) અંકિતાબેન મહેતાના પતિ
(5) ગણેશભાઇ ઘનાભાઇ પટેલ (ગામ. પથામડા,તા. થરાદ.)
(6) હિતેશભાઇ પટેલ ( જીલ્લા શિક્ષણાધિકારી બનાસકાંઠા.)
શિક્ષક ગુરુવારે ઘરેથી નીકળી ગયા હતા.આ દરમિયાન શુક્રવારે બપોરે ઢીમા અને ચુડમેર પુલ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાંથી ભરતભાઇની લાશ દેખાઈ હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જીલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક પરિવારમાં આક્રોશ: લાશ ઉપાડવાનો ઇનકાર કર્યો, કલાકો બાદ પોલીસે ગુનો નોંધ્યો છેવટે બીજા દિવસે શનિવારે સવારે અંતિમ સંસ્કાર કરાયા હતા.
મૃતક શિક્ષકના પિતા દયારામભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ શિક્ષક ભરતભાઇ છેલ્લા ચાર વર્ષથી પઠામડા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. વર્ષમાં ધોરણ12ની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા ત્યારે આચાર્ય તરીકે અંકિતાબેન ફરજ બજાવતા હતા અને લાલજીભાઇ ઘુડાભાઇ પટેલ (રહે.ખોરડા તા.થરાદ)એ એચ.એસ.સી. પરીક્ષાનું એકસટર્નલ વિદ્યાર્થી તરીકેનું ફોર્મ ભર્યું હતુ અને તે ફોર્મમાં ગણપતભાઇ ઓખાભાઇ જોષીનો ફોટો પરીક્ષા ફોર્મમાં અંકિતાબેને તેમના પાસવર્ડ અને યુઝર આઇ.ડી થી અપલોડ કર્યો હતો.
આ બાબતમાં મારા પુત્ર ભરતભાઇની સંડોવણી થાય તેવા બદઇરાદાથી અંકિતાબેને રજા ઉપર જઇને ચાર્જ મારા પુત્રને સોપેલ હતો જે દિવસે વિદ્યાર્થીના ફોર્મ અપલોડ કર્યા હતા તે દિવસે અંકિતાબેન જાણી જોઇને રજા ઉપર ગયા હતા અને તેઓએ અગાઉથી કરેલી ગોઠવણ મુજબ ગણેશભાઇ ઘનાભાઇ પટેલ સાથે મળીને તેમના યુઝર આઇ.ડી અને પાસવર્ડથી ફોર્મ એપ્રુવ ગણેશભાઇ દ્રારા કરવામાં આવ્યા હતા અને તે દિવસે ભરતભાઇનુ નામ આવે તવું કાવતરૂ કરવામાં આવ્યું હતુ આ કામગીરી કોઇ સ્ટાફના ઘરેથી તેમના અંગત કોમ્પ્યુટરમાંથી કરી હતી અને ત્યારબાદ વિધાર્થીઓને પરીક્ષાની રીસિપ્ટ ભરતભાઇ દ્રારા અપાવીને સંડોવણી કરવામાં આવી હતી.
ડમી કાંડનો વિદ્યાર્થી ગણપત જોષી પકડાતાં આ બાબતની તપાસ માટે જીલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઇ પટેલ દ્વારા ભરતભાઇને મંગળવારે અને બુધવારે પાલનપુર ખાતે તેમની કચેરીએ બોલાવીને ચારથી પાંચ કલાક પુછપરછ કરતાં જે સાચી હકીકત હતી તે ભરતભાઇએ જણાવી હતી પરંતુ તે હકીકત ડી.ઇ.ઓને ગમી નહી અને તેઓએ ધમકાવીને કહ્યું કે "તમે અંકિતાબેન તથા તેમના પતિ અને ગણેશભાઇનુ નામ ના આપો અને ગુનો તમે કબુલ કરી લો જો તમે ગુનો કબુલ નહી કરો તો તમોને પઠામડા શાળામાં નોકરી કરો તેવા રહેવા નહી દઉં અને સસ્પેન્ડ કરી દઇશ અને તમને કોઇ કાળે છોડીશ નહી"
વધુમાં કે જયારે સવારે પાલનપુર જવાનુ હતુ તે પહેલાં અંકિતાબેનના ફોન પરથી અંકિતાબેનના પતિએ ઘમકી આપી ગુનો કબુલ કરી લેજે તેવુ કહી ખુબ ઘમકાવ્યો હતો તેવુ અમને ઘરે આવીને મારા પુત્ર ભરતભાઇએ કહેલ હતુ. જેથી માનસિક ત્રાસથી કંટાળી પુત્ર ભરતભાઇએ ગુરુવારે સવારે ફોનમાં "હુ નિર્દોષ છુ મારી વિરુધ્ધ ગણેશભાઇ, લાલજીભાઇ, અને ગણપતભાઇ દ્રારા ષડયંત્ર કરવામાં આવેલ છે” આવુ વોટસઅપ સ્ટેટસ મૂકી જતા રહેતા અમે શોધખોળ કરી હતી. અને જાણવા જોગ પોલીસ સ્ટેશનમાં આપી હતી.