રાજુલાના કોવાયા ગામેથી મુન્નાભાઇ એમબીબીએસ ડોકટર ઝડપાયો..

એસ.ઓ.જી. ટીમની બોગસ ડોકટર સામે કાર્યવાહી,

અમરેલી એસપી સંજય ખરાતની સુચના મુજબ અમરેલી જીલ્લામાં બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતાંપણ દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય ત્યારે રાજુલા તાલુકાના કોવાયા ગામમાં એક બોગસ ડોકટર દુકાનમાં નામ વગરનું ક્લિનીક ચલાવતો હોય તેવી ખાનગી બાતમીના આધારે અમરેલી એસ.ઓ.જી. ટીમે રેઇડ કરતા મજકુર ઈસમ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ લગત સાધન સામગ્રી સહિત વિગેરે મેડિકલના જથ્થા સાથે બોગસ ડોકટર હરેરામ હરદેવભાઇ સાહની ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને કુલ કિ.રૂ. ૧૮,૧૧૩.૩૬ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આ મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો રજી કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર આર.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ.રાધેશ્યામભાઈ દૂધરેજીયા તથા હેડ કોન્સ. વિનુભાઈ બારૈયા, પોલીસ કોન્સ. સ્વાગતભાઈ કુંવરીયા, મેડીકલ ઓફીસરશ્રી PHC ભેરાઈ ડૉ.હર્ષકુમાર જાની દ્વારા કરવામાં આવેલ છે...

વીરજી શિયાળ