બાકી ખરેખરમાં ગુજરાતમાં સરકારી અધિકારીઓને નોકરી કરવા માટે જલસા ..
પ્રેસનોટ
તા.૧૧.૦૩.૨૦૨૫
અંકિતાબેન ડૉ/ઓ બાબુલાલ હરગોવનભાઇ ઓઝા, નાયબ કલેક્ટર, વર્ગ-૧, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકનની કચેરી, પાલનપુર, જી.બનાસકાંઠા સામેના ટ્રેપ કેસમાં બેંક લોકરની ઝડતી દરમ્યાન મળી આવેલ રૂા.૭૪,૮૯,૮૩૯/- ના સોનાના બિસ્કીટ તથા સોના-ચાંદીના દાગીના
આરોપી અંકિતાબેન ડૉ/ઓ બાબુલાલ હરગોવનભાઇ ઓઝા, નાયબ કલેક્ટર,વર્ગ-૧, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકનની કચેરી, સેવા સદન-૨, પાલનપુરનાઓ વિરૂધ્ધમાં બનાસકાંઠા એ.સી.બી.પો.સ્ટે., પાલનપુર ગુ.ર.નં.૦૩/૨૦૨૫ ભ્ર.નિ.અધિ.૧૯૮૮ (સુધારા-૨૦૧૮) ની કલમ-૭, ૧૨, ૧૩(૧)(અ) તથા ૧૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હતો.
ઉપરોકત ગુના સબંધે આરોપી અંકિતાબેન ડૉ/ઓ બાબુલાલ હરગોવનભાઇ ઓઝા નાઓએ ફરીયાદીના મિત્રોએ સ્ટેમ્પ ડયુટી ભર્યા વગર પ્લોટોમાં બાધકામ કરેલ જે બાંધકામનુ સ્થળ નિરીક્ષણ કરી નોટીસો આપતા પ્લોટ ધારકોએ નોટીસોના જવાબ કરવા ફરીયાદીને સહમતી આપેલ જેથી પ્લોટ ધારકો વતી સ્ટેમ્પ ડયુટી ઓછી કરવા તથા ઝડપી કાર્યવાહી કરાવવા સારૂ ફરીયાદી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી ખાતે જઇ આરોપીઓને મળતા તેઓએ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા તેમજ ચલણ ઝડપી ભરી આપવાના અવેજ પેટે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગાંધીનગર એ.સી.બી. ફિલ્ડ નાઓએ લાંચનુ છટકુ ગોઠવી ઉપરોક્ત આરોપીને રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડેલ અને તેઓના વિરૂધ્ધ ઉપરોક્ત ગુનો દાખલ કરવામાં આવેલ.
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજયના નિયામકશ્રી પિયુષ પટેલનાઓની સુચના અન્વયે સુપરવિઝન અધિકારીશ્રી કે.એચ.ગોહિલ એ.સી.બી. બોર્ડર એકમ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.મોર, પો.ઇન્સ., બનાસકાંઠા એ.સી.બી.પો.સ્ટે., પાલનપુરનાઓએ આજરોજ આરોપી અંકિતાબેન ડૉ/ઓ બાબુલાલ હરગોવનભાઇ ઓઝાનાઓના બેંક ઓફ બરોડા, મહેસાણા ખાતેના લોકરની ઝડતી તપાસ કરતા રૂા.૫૯,૬૩,૦૦૦/- ની કિંમતના દસ સોનાના બિસ્કીટ તથા સાત સોનાની લગડી તેમજ રૂા.૧૫,૨૬,૮૩૯/-ના સોના-ચાંદીના દાગીના એમ કુલ મળી રૂા.૭૪,૮૯,૮૩૯/-ના સોના-ચાંદીના દાગીના તથા બિસ્કીટ મળી આવેલ છે.
કોઇ સરકારી અધિકારી/કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એ.સી.બી કચેરીના ટ્રોલ ફ્રી નંબર.૧૦૬૪, ફોન નંબર.૦૨૭૪૨-૨૬૮૦૦૫, ઇ-મેઇલ એડ્રેસ polstn-acb-ban@gujarat.gov.in ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.
એ.સી.બી.ટોલ ફ્રી નંબર ૧૦૬૪