ભારતીય ટીમે ટ્રોફી ઉઠાવી, ખેલાડીઓ ઝુમી ઉઠ્યા.. 

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ જીતનાર ભારતીય ટીમને આ ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટ્રોફી સ્વીકારી. ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓએ ઉત્સાહથી ઝુમી ઉઠ્યા હતા. દુબઈ સ્ટેડિયમમાં હાજર ચાહકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો અને ખુશી વ્યક્ત કરી. ભારતીય ટીમની જીત બાદ સમગ્ર દેશમાં ચાહકો પણ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે.

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત