કાલોલ તાલુકાના રામનાથ ગામના રહીશ અને કોંગ્રેસ અગ્રણી તેમજ માજી સરપંચ અને ખેડૂત આગેવાન તેમજ 21 ગામ પાટીદાર સમાજના પ્રમુખ નીરવ ગૌતમભાઈ પટેલ દ્વારા કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખને પોતાનું લેખિત રાજીનામું મોકલી આપી કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપેલ છે પોતાના રાજીનામા ના પત્રમાં નીરવ પટેલ પાર્ટીમાં નિષ્ઠાવાન અને પ્રમાણિક કાર્યકરોની કોઈ કદર કરવામાં આવતી નથી અને પાર્ટીમાં માત્ર જાતિવાદ અને વ્યક્તિગત સ્વાર્થનુ વર્ચસ્વ જોવા મળે છે પોતે 21 ગામ પાટીદાર સમાજના પ્રમુખ હોવાથી સમાજ સેવા ની જવાબદારી પૂરી કરવા માટે પાર્ટીના રાજકારણને અલવિદા કરે છે તેવુ જણાવ્યું છે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા કોંગ્રેસ અને જિલ્લામાં આગળ પડતું વ્યક્તિત્વ ધરાવતા નીરવ પટેલ દબંગ નેતાની છાપ ધરાવતા હતા અને કોંગ્રેસ તરફથી જ્યારે જ્યારે આંદોલનો કરવામાં આવતા હતા ત્યારે ચાવીરૂપ અને મુખ્યત્વે ભૂમિકા ભજવતા હતા ગેસના બાટલા ભાવ વધારાનો પ્રશ્ન હોય કે પછી ખેડૂતોનો પ્રશ્ન હોય ટોલનાકા નો પ્રશ્ન હોય કે મોંધવારી થી પીસાતી જનતાનો પ્રશ્ન કોંગ્રેસના કાર્યકર તરીકે અવાજ ઉઠાવ્યો છે. પગમા ફેક્ચર હોવા છતા પણ ભૂતકાળમાં ધોડી ના સહારે આંદોલનમાં જોડાયા હતા અને ઘણીબધી વખત ધરપકડ વ્હોરી છે નીરવ પટેલ ના રાજીનામા થી કોંગ્રેસ માં ખુબ મોટી ખોટ પડશે તેઓ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ થી અંતર રાખતા જોવા મળ્યા હતા હાલમાં કાલોલ મામલતદાર કચેરી ના પટાવાળા નુ મોત થયાના કિસ્સામાં પણ તેઓએ સામાજીક આગેવાન તરીકે કાલોલ પોલીસ મથકે આવેદન આપ્યું હતુ. કોંગ્રેસ છોડ્યા બાદ નુ તેઓનું હવે પછી નુ આયોજન શુ છે તે હાલ ચર્ચા નો વિષય બન્યો છે.