સિદ્ધપુર માં કેવલ પુરી ના મઠ માં થયેલી ચોરી નો ભેદ ઉકેલવામાં પોલીસ ની સતાકૂકડી નામ જોગ અરજી છતાં ફાઈલ અભરાઈ ચડી જતા અનેક સવાલો ઉઠ્યા પોલીસ તંત્ર સામે...

 

વાત છે સિદ્ધપુર ના મહંત શ્રી કાર્તિક પુરી ગુરુ શ્રી જગદીશ પુરી ના કેવલ પુરી મઠ ની સંત ની ગેર હાજરી માં તિજોરી માંથી 52 હજાર રોકડ અને ચાંદી નું છતર ચોરાઈ ગયા ની સમગ્ર મામલે પોલીસ ને અરજી પણ થઈ પણ અરજી ને અભરાઈ એ ચડાવી હોય એવી સ્થિતિ છે ત્યારે આવો જોઈએ સુ છે સમગ્ર મામલો તો સંત શ્રી તા 1.03.2025 ના રોજ કમાના વિસનગર હવન અર્થે ગયેલ હતા ધાર્મિક કામ હોવાથી સંત શ્રી એ રાત્રી રોકાણ કરેલ હતું અને બીજા દિવસે પરત આવ્યા ત્યારે તિજોરી નું તાળું તૂટેલ હતું જે મુદે આડોસી પાડોસી ને પૂછ પરછ કરતા જાણવા મળ્યું કે આશ્રમ માં સિલ્વર કલર ની ઇનોવા ગાડી આવી હતી જેમાં સંતરામ ગિરી અને ગાડી ચાલક સાથે ત્રણ ઈસમો હતા જે બાબતે અરજી માં ઉલ્લેખ નામ જોગ કરી પોલીસ ને માહિતીગાર કરી હતી છતાં પોલીસ તંત્ર એ નક્કર દિશા માં કામગીરી ન કરતા અનેક સવાલો ઉભા થયા છે સંત ની ગેરહાજરી માં ગાડી લઈ કેમ પહોંચ્યા હતા આશ્રમે? સુ તિજોરી તોડી રોકડ રકમ અને છતર ની ચોરી કોઈ બીજું કરી ગયું છે? નામ જોગ અરજી કરી તો ગાડી ની તપાસ ક્યાં સુધી પહોંચી? સંત ના આશ્રમ પણ સુરક્ષિત ન હોય તો સબ સલામતી ના દાવા કેટલા વ્યાજબી? સુ આ છે ભાજપ નું ગુજરાત કે સંત ની તિજોરી માં થયેલી ચોરી ના ભેદ સુધી પહોંચવા માં પોલીસ કાચી પડે છે? કે પછી કુછ ઓર ગડબડ હે જે હોય તે પણ સિદ્ધપુર પોલીસ ચોરી નો જલ્દી ભેદ ઉકેલી ને આરોપી સુધી પહોંચે એ સમય લોકો અને સંત ની માંગણી છે