Police Bharti : દીકરીઓ સમાજનું ગૌરવ વધારી રહી છે... ત્યારે પાટણના ચૌહાણ પરિવારની ચાર દીકરીઓએ એકસાથે પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરી અને સફળતા મેળવી

આજકાલ દીકરીઓ માતાપિતાનું નામ રોશન કરી રહી છે. ત્યારે પાટણના હાજીપુર ગામની સગી ચાર બહેનોએ એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂક પામી અથાગ મહેનત અને પુરુષાર્થ બાદ છેવટે સિદ્ધિ હાંસિલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની પ્રકિયા ચાલી રહી છે. બહેનોને પ્રેરણાદાયક કિસ્સો પાટણ તાલુકાના હાજીપુર ગામના સામાન્ય પરિવારની ચાર સગી બહેનો એક સાથે પોલીસ વિભાગમાં નિમણૂંકને લઈ સમાજને ઉદાહરણ પૂરું પાડે છે.