પાલનપુર ડોક્ટર હાઉસ પાસે રસ્તાને નડતરરૂપ 20 ઝૂંપડાંઓ તોડી પડાયાં..

પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી..

પાલિકાએ બુલડોઝર ચલાવી ઝૂંપડાં તોડી પાડ્યા, ટ્રાફિકની સમસ્યા હળવી થશે..

પાલનપુર થી લક્ષ્મીપુરા જતા મુખ્ય માર્ગ પર દબાણ હટાવાયું હતું, ડોક્ટર હાઉસ પાસે 20 ઝૂંપડા તોડી પડાયા હતા..

આ કાર્યવાહી થી રોડના વિકાસ કામને ગતિ મળશે, ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે..

પાલનપુર નગરપાલિકાએ ડોક્ટર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી, ડોક્ટર હાઉસ વિસ્તાર નાં 20 જેટલા દબાણમાં બનાવેલ ઝૂંપડાઓ તોડી પડાયા હતા, જે ઝુંપડામાં અનેક પરિવારો વર્ષોથી રહેતા હતા, આ દબાણો પાલનપુર થી લક્ષ્મીપુરા જતા મુખ્ય માર્ગ પર હતા..

નગરપાલિકાએ લક્ષ્મીપુરા રોડના નવા કામ માટે ઝૂંપડાઓ દૂર કર્યા હતા, આ માર્ગ શહેર ને લક્ષ્મીપુરા સાથે સીધો જોડે છે..

નગરપાલિકાએ બુલડોઝર ચલાવી તમામ ઝૂંપડાઓ તોડી પાડ્યા હતા, આ કાર્યવાહી થી રોડના વિકાસ કામને ગતિ મળશે, જ્યારે ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે..