અંગાડી ખાતે આવેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નેપાલ પુરા માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી .

ગળતેશ્વર તાલુકાના ગામ અંગાડી ખાતે આવેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નેપાલપુરામા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સીઆરસી વિજયસિંહ રાઠોડ ના હસ્તે રીબીન કાપી વિજ્ઞાન મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.ડો.સી.વી. રામન ની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નહીં ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા નેપાલ પુરા ખાતે પણ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રયોગોના ચાર્ટ નું પ્રદર્શન.બી.ઝે.ડી. કિટના સાધનોની ઉપયોગીતા. ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ તથા વૈજ્ઞાનિકો ની માહિતી સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. 

આ પ્રસંગે શાળાના આચાર્ય. રેણુકાબેન પટેલ. એસએમસી કમિટીના પ્રમુખ. સાગરભાઇ પટેલ. પૂર્વ પ્રમુખ અને પત્રકાર યાસીનભાઈ શેખ. એસએમસી સભ્યો. શાળાના શિક્ષક શ્રી પરેશભાઈ. અંબાલાલભાઈ. પારુલ બેન. ભાનુબેન. તેમજ શાળા પરિવાર ના શિક્ષકો શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો 

તથા ગામજનો એ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પ્રસંગે પ્રદર્શન નિહાળી. બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.્

રિપોર્ટર: અનવર સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત