આજરોજ ગાંઘીનગર ખાતે ભારતીય જનતા પાર્ટી સુશાસન વિભાગ દ્વારા બે દિવસય ચાલનારો રાષ્ટ્રીય મેયર સંમેલનમાં વર્ચ્યુંઅલ ઉદબોધન કરતા PM મોદી એ વધુમાં જણાવ્યું કે, આઝાદીના અમૃતકાળમાં આજે ભારત અર્બન ઇન્ફાસ્ટ્રકચર પર મોટુ રોકાણ કરી રહ્યુ છે. 2014 સુઘી આપણા દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિ.મીથી પણ ઓછુ હતું આજે દેશમાં મેટ્રો નેટવર્ક 775 કિ.મી થી પણ વધી ગયું છે. એક હજાર કિ.મીના નવા મેટ્રો રૂટ પર આજે કામ ચાલી રહ્યુ છે.
આપણો પ્રયાસ છે કે આપણા શહેરો હોલીસ્ટીક લાઇફસ્ટાઇલ નું કેન્દ્ર બને આજે 100 થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિઘાનું નિર્માણ થઇ રહ્યુ છે. અત્યાર સુઘી દેશભરમાં 75 હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટ પુર્ણ થયા છે. આપણા શહેરોની મોટી સમસ્યા અર્બન હાઉસિંગની હોય છે. ગુજરાતમાં હજારો ઘરો ઝુપડીમાં રહેતા ગરીબ વ્યકિતીઓને પાકા મકાન આપવાનું અભિયાન ચલાવ્યું.
પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સમગ્ર દેશમાં અંદાજે સવા કરોડ ઘર લોકોને આપવામાં આવ્યા છે. 2014 પહેલા શહેરી ગરીબોના ઘર માટે 20 હજાર કરોડની જોગવાઇ હતી તે પાછલા આઠ વર્ષમાં 2 લાખ કરોડથી પણ વધુની જોગવાઇ કરવામાં આવી છે. આ આંકડો શહેરી ગરીબો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા દેખાડે છે. પ્રજા વચ્ચે જઇ કામ કરવાનો પ્રયાસ કરવામાં આવે. મધ્યમવર્ગ ના લોકોના ઘરના સ્વપ્નને સાકાર કરવા પણ સરકારે હજારો કરોડ રૂપિયાની મદદ કરી છે. આપણે રેરા જેવા કાયદા બનાવી લોકોના હિત સુરક્ષીત કર્યા. ભાજપના મેયરના રૂપમાં અને શહેરના પ્રથમ નાગરીકના રૂપમાં રીયલ એસ્ટેટ સેકટરને સારી અને ટ્રાન્સફરન્સ બનાવવાની આપ સૌની જવાબદારી છે. શહેરમાં બિલ્ડીંગનું ટ્રાન્સપરન્ટ ઓટીંડ થાય તે જરૂરી છે. જૂની બિલ્ડિગ પડી જવી અને બિલ્ડિંગમાં આગ લાગવી તે ચિંતાનો વિષય છે.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર ચૂંટણીને ધ્યાને રાખી વિચાર કરીને કામ ન કરે. ચૂંટણીલક્ષી વિચારો થકી શહેરોનો વિકાસ ન કરી શકાય.
આર્થિક ગતીવિધીઓના મહત્વપુર્ણ સેન્ટરના રૂપમાં શહેરોના પ્લાનિંગમાં આપણે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. શહેરોમાં અર્બનરાઇજેશન થતુ જ રહેવાનું છે, શહેરોની જનસંખ્યા વધતી જવાની છે તેને ધ્યાને લઇ શહેરોમાં કાર્યો કરવામાં આવે જેથી શહેરોમાં ટુરિઝમ વધે, કોઇ પણ પ્રોડકટ માટે જાણીતુ બને, શહેરોની અલગ ઓળખ બને તેનું ધ્યાન રાખવુ. શહેરોના પ્લાનિગનું પણ ડિસેન્ટ્રલાઇજેશન થવું જોઇએ. રાજય સ્તરે પણ શહેરોનું પ્લાનિગ થવું જોઇએ. આયોજનપુર્વક ટીઅર-2,ટીઅર-3 સીટીને ડેવલોપ કરવામાં આવે તો મહાનગરમાં જે દબાણ વધે છે તે ઓછુ થશે નાના શહેરોમાં રોજગાર વઘે તેવા પ્રયાસ કરવામાં આવે.
મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, શહેરના વિકાસ માટે ખર્ચ પણ મોટો થાય છે જેથી શહેરના લોકોને વિકાસ માટે થતા ખર્ચાની જાણ થવી જરૂરી છે. ગરીબ પરિવારના બાળકો માટે વર્ષમાં એક વાર પરિવાર સાથે સંમેલન કરવામાં આવે તેમના બાળકોના ટેલેન્ટને નિખારવામાં મદદ કરવામાં આવે. શહેરોની સમસ્યા સુઘારવા આપણે આપણી આદત બદલવી જરૂરી છે.
નાગરીકોની જીવનશૈલીમાં પરિવર્તન કરવું જરૂરી છે. વીજળી બચાવવા, સ્વચ્છતા અંગે,પાણી બચાવવા,ટેકસ સમયસર ભરવા જાગૃતિ લાવવા નાગરીકોના સ્વભાવને બદલવા પ્રયાસ કરવામાં આવે. નાગરિકોમાં જાગૃતિ લાવવા નિબંધ સ્પર્ઘા, રેલી, જુદા-જુદા સંમેલન કરવા જોઇએ. નવી પેઢી ને દિશા આપવાની જરૂર છે આપણે વિકસીત ભારત બનાવવાનું છે. ભાજપ સાશિત મેયરોનું કામ કાજ અલગ તરી આવવું જોઇએ. તેમ તેમણે કહ્યું હતું.