ડીસા ભોયણ નજીક રીક્ષા-કાર ટકરાયા હતા. જેમાં રીક્ષામાં બેઠેલા છાત્રોનો આબાદ બચાવ થયો હતો.
છાત્રોનો બચાવ ડીસા ભોયણ હાઇવે પર શુક્રવારની સવારે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં શાળાના વિદ્યાર્થીઓ સવાર હતા. સદ્દનસીબે કોઇને ઇજા થઇ ન હતી.
રીક્ષા અને કારને ભારે નુકશાન થયું હતું. અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.ભોયણ હાઇવે પર વારંવાર થતાં અકસ્માતને લઇને ભોયણ પાટીયા પાસે સર્કલ બનાવવાની માંગ ઉઠવા પામી હતી.