રાજુલા બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં ભાગ લીધો...
અમરેલી ખાતે સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જીલ્લાના કલાકારોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના શુભ હેતુ સાથે અમરેલી જીલ્લા કક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામા યોજાઇ હતી. આ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં રાજુલા બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. અને તમાંમ મહિલાઓએ ઉત્સાહ અને આનંદ સાથે રાસ ગરબે રમી દ્રિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યારે રાજુલા બ્રહ્મ સમાજ મહિલા મંડળને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સાથે વોર્ડ નંબર:- ૬ ના સદસ્ય અર્ચનાબેન પરાગભાઇ જોષી દ્વારા પણ રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તકે દીનાબેન તૈરૈયા, દીપ્તિબેન જોષી, કીરણબેન વેગડા, ચેતનાબેન મહેતા, પલ્લવીબેન તૈરૈયા, તૃપ્તિબેન જાની, તૃપ્તિબેન તૈરૈયા, સ્નેહાબેન મહેતા, દીવ્યાબેન મહેતા , જાગૃતિબેન રાજ્યગુરુ જોડાયા હતા....