અમરેલી જીલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા મોટાપાયે પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઇ.
અમરેલી એલસીબી પીઆઇ તરીકે વી.એમ.કોલાદરાની નિમણૂક
અમરેલી જીલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા મોટાપાયે પોલીસ કર્મીઓની અરસપરસ બદલીઓ કરવામાં આવી છે. જેમા ૮ પીઆઇ તથા ૭ પીએસઆઇ અને ૨૧ પોલીસ કર્મચારીઓની કરવામાં આવી છે. જેમા રાજુલાના પીઆઇ વી.એમ. કોલાદરાને અમરેલી એલસીબી પીઆઇ તરીકે નિમણૂક કરાઇ છે. પીઆઇ એ.ડી.ચાવડાને ચલાલા થી રાજુલા, પીઆઇ જી. આર. વસૈયાને અમરેલી થી ચલાલા, પીઆઇ ડી.કે.વાઘેલાને બાબરાથી અમરેલી, પીઆઈ કે.બી. જાડેજાને અમરેલી તાલુકા પો. થી બાબરા, પીઆઇ ઓ.કે. જાડેજાને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન, પીઆઇ કે.વી. ચુડાસમાને અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પીઆઇ વી.એસ.પલાસને ડુંગર પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે. ઉપરાંત ૨૧ પોલીસ કર્મચારીઓની અમરેલી એલસીબી અને જુદીજુદી જગ્યાએ પર મુકવામાં આવ્યા છે. જેમાં એલસીબીમાં ફરજ બજાવતા મોટાભાગના કર્મચારીઓને હેંડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.