સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અનાજ પૂરું પાડવામાં આવે છે જેમાં ઘઉં ,ચોખા ,ચણા, તુવેર દાળ, ખાંડ,તેલ સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવે છે પરંતુ ધાનેરા તાલુકાના કેટલાક દુકાનદારો દ્વારા આ તમામ વસ્તુઓ લોકોને 30થી40 ટકા ઓછું આપીને લોકોને છેતરવામાં આવી રહ્યા છે સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ગ્રાહકોને ઓછો જથ્થો આપીને ગ્રાહકોના ભાગનો જથ્થો દુકાનમાં ભેગો કરીને બારોબાર અનાજ માફિયાઓને વેચવામાં આવે છે.

ધાનેરામાંથી મળતી માહિતી મુજબ કેટલાક દુકાનદારો ભાજપના હોદ્દેદારો છે અને આ જ ભાજપના હોદ્દેદારો ગ્રાહકોને ઓછો જથ્થો આપીને છેતરપિંડી કરી રહ્યા છે. 

ચોંકાવનારી વાતતોએ છે કે સસ્તા અનાજ ની દુકાનદારો મોટાભાગે ભાજપના હોદ્દેદારો અને ભાજપના મળતિયા હોવાને કારણે અધિકારીઓ પણ કાર્યવાહી ન કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે તો તાત્કાલિક ધોરણે આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ જો ધાનેરા તાલુકાની સસ્તા અનાજની દુકાનો ઉપર તટસ્થ તપાસ કરે તો ભાજપના હોદ્દેદારો અને ભાજપના મળતીયાઓ દ્વારા જે મધ્ય અને ગરીબ વર્ગના લોકોનો કોળિયો છીનવવામાં આવી રહ્યો છે તે બહાર આવી શકે તેમ છે...