શિવરાત્રીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે ત્યારે સિધ્ધનાથ મહાદેવની બાજુમાં પીવાના પાણીનો સંપ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જેની પાણીની પાઇપલાઇન પાસે પ્લાસ્ટિકની થેલીઓ નકામો કચરો અને ગંદા પાણીથી ખદબદતો કચરો ભાવિક ભક્તોની લાગણી દુભાવે છે. પીવાના પાણીની પાઇપલાઇન પાસે આવો કચરો છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોવા મળી રહ્યો છે કાલોલ નગરપાલિકા દ્વારા આ કચરો દૂર કરાવવા કોઈ પ્રયત્ન કરવામાં આવતો નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે પીવાના પાણીની લાઈન પાસેનો આ કચરાને કારણે પાણી પણ દૂષિત થતું હોય તેવું માનવાને કારણ છે. ત્યારે મોટો રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાણીની પાઇપલાઇન પાસેનો આ કચરો પાલિકા સત્તાધીશો તાકીદે દૂર કરાવે તેવી શિવ ભક્તોની માંગણી છે.