રાજુલા શહેરમાં આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો.
શાળાના વિધાર્થીઓએ ભાગ લઇ ૧૫૦ કરતા વધારે કૃતિઓ બનાવી રજૂ કરી,
રાજુલા શહેરમાં આવેલ સરસ્વતી વિદ્યાલય ખાતે વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન મેળાનું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. અને શાળાના ધોરણ-૪ થી ૯ ના વિધાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ બનાવવામા આવી હતી. જેમા ટ્રાફીક વ્યવસ્થાપન, સેફ્ટી લીફટ, સોલાર વર્કિંગ સીસ્ટમ, ચંદ્રયાન-૩, ઇઝી લાઇફ સ્ટાઇલ, ઓટોમેટિક ડસ્ટબીન, મીની ગોબર ગેસ પ્લાન્ટ, પાચનતંત્ર, વોટર ફીલટર મોડેલ સહિત વિવિધ વિજ્ઞાનને લગતી કૃતિઓ બનાવી રજૂ કરવામાં આવી હતી. વિજ્ઞાન મેળામા કુલ ૧૫૦ કરતા વધારે કૃતિઓ તૈયાર કરીને વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજ્ઞાન મેળા અંતર્ગત વિધાર્થીઓમા ખૂબજ આનંદ જોવા મળ્યો હતો. ત્યારે આ વિજ્ઞાન મેળામા શિક્ષકો, વિધાર્થીઓના વાલીગણ સહિત લોકો વિજ્ઞાન મેળો નિહાળવા માટે આવ્યાં હતાં. સાથોસાથ શાળા તરફથી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરાયાં હતાં. સરસ્વતી વિદ્યાલય ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના સંચાલક અતુલભાઇ કાતરિયા, ક્રિષ્નાભાઇ બારૈયા, નયનભાઇ દૂધરેજીયા સહિત સ્ટાફગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામા આવી હતી.
વીરજી શિયાળ