રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇના અધ્યક્ષ સ્થાને મહાશિવરાત્રીને અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ.
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે મહાશિવરાત્રીને લઇ શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા પીઆઈ વી.એમ. કોલાદરાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મી યોજાઇ હતી. આ મીટિંગમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, પત્રકાર મિત્રો સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતાં. અને શાંતિપૂર્ણ માહોલમાં મહાશિવરાત્રીની ઉજવણી કરવા પીઆઇ વી.એમ. કોલાદરા દ્વારા અપીલ કરવામાં આવી હતી.