કરિયાણાની દુકાનમાં ચોરી કરનાર ચાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી ડીસા પાડતી ઉત્તર પોલીસ..
ડીસા શહેર ઉત્તર પોલીસે એક કરિયાણાની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ગણતરી ના કલાકોમાં ઉકેલ્યો પાડ્યો છે, પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી કુલ રૂપિયા 25,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે..
ડીસા હાઈવે પર આવેલી ક્ષેત્રપાળ કરિયાણાની દુકાનમાં રાત્રે તસ્કરોએ શટર ઊંચું કરી પ્રવેશ કર્યો હતો, તેઓએ દુકાનમાં થી તેલ ના ડબ્બા, સિગરેટ અને રોકડ રકમની ચોરી કરી હતી..
પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. ચૌધરી અને તેમની ટીમ,
જે.બી. ઠાકોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
જે.ડી. પરમાર, એ.એસ.આઈ. શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
પ્રવીણભાઈ, હેડ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
નરેન્દ્રકુમાર, પોલીસ કોન્સ્ટેબલ, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
મહંમદ ઈશ્વાન, પોલીસ કોન્સ્ટેબલ, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
કરશનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ, શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
દિનેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
લીલાચંદભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
પ્રકાશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
ઘેગાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
સંગીતાબેન, વુ. પોલીસ કોન્સ્ટેબલ શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ડીસા..
CC TV ફૂટેજ અને બાતમીદારો ની મદદથી ટેકરા વિસ્તારમાંથી ચારેય આરોપીઓ ને ઝડપી પાડવામાં આવ્યા છે..
પકડાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે કમો સુરેશભાઈ ઠાકોર, અજયભાઈ ગોવિંદભાઈ ઠાકોર, રોનક કુમાર નગીનભાઈ પરમાર અને શ્રવણ ઉર્ફે પી.કે કરશનભાઈ પંચાલ, તમામ આરોપીઓ ડીસાના નહેરૂનગર ટેકરા વિસ્તારના રહેવાસી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ચાર તેલના ડબ્બા કિંમત રૂપિયા 9,400, 45 સિગારેટ ના પેકેટ કિંમત રૂપિયા 7,000, ત્રણ ચાના પેકેટ કિંમત રૂપિયા 1,200, બે ખાખી બીડીના પેકેટ કિંમત રૂપિયા 1,000 અને રૂપિયા 7,000 ની રોકડ રકમ કબજે કરી છે..