રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને ગામડાઓમાં અને શહેરની ગલીખુચીમાં જોઈએ તેટલો દેશી,વિલાયતી દારૂ મળે છે બોટાદના લઠ્ઠાકાંડ બાદ હવે ફરી સરકાર જાગી છે અને થોડા દિવસ બધું બંધ કરાવવા જાણે કાર્યવાહી શરૂ થઈ છે, આ લઠ્ઠાકાંડ પહેલો નથી અગાઉ 7 વર્ષ પહેલા પણ પલસાણા તાલુકાના વરેલી ગામે આવાજ એક લઠ્ઠાકાંડની ગોઝારી ઘટમાં બની હતી જેમાં ઝેરી દેશી દારૂ પીવાના કારણે 21 થી વધુના મૃત્યુ થયા હતા આ ઘટનાના દહેશતના પહલે લોકોએ આ ગામ પણ છોડી દીધું હતુ અને ભારે હોબાળો થયો હતો. જેતે સમયે આ લઠ્ઠાકાંડના પડઘા છેક દિલ્લી સુધી પડ્યા હતા.
સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો,પણ ફરી આવી ઘટના બની છે કારણકે દારૂ ક્યારેય બંધ થશે નહીં તે હકીકત સ્વીકારવી જ રહી.
જોકે,લઠ્ઠાકાંડની ઘટના તાજી થતા ફરી આ વિસ્તારમાં આવી ગોઝારી ઘટના ફરી નહિ બને તેના સતર્કતાના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસે પોતામાં વિસ્તારમાં ચાલતા દેશી દારૂ તેમજ વિદેશી દારૂના પીઠાઓ પર રેડ તાબડતોબ બંધ કરાવવાની કવાયત શરૂ કરી છે.
કડોદરા પોલીસ મથક તેમજ પલસાણા મથક વિસ્તારમાં સ્થાનિક પોલીસ તેમજ સુરત જિલ્લા એલ.સી.બી.અને એસ.ઓ.જી.ની ટીમ એકશનમાં આવી ગુપ્ત રીતે ચાલતા દેશી દારૂના પીઠા પર તવાઈ બોલાવી તત્કાલિક રેડ કરી બંધ કરાવવાની તજવીજ હાથ ધરી છે.