ઓનલાઇન ગેમિંગના રવાડે ચડેલા યુવાનો સાવધાન : વાંકાનેર નજીક ઓનલાઇન ગેમિંગમાં પૈસા હારી જતા યુવાનને દવા પી જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી નજીક પુલ નીચે એક યુવાને ઓનલાઈન ગેમિંગમાં રૂ. ૪૦,૦૦૦ હારી જતા તેના ટેન્શનમાં આવી પોતાની જાતે ઉંદર મારવાની દવા પી લેતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પર મોટો કંપનીમાં રહેતા હોસ્પિટલના વોર્ડબોય પ્રિન્સસિંહ તીલકધારીસિંહ (ઉ.વ. ૧૯, રહે. મુળ હાર્દિશંકર, મધ્યપ્રદેશ) નામનો યુવાન ઓનલાઇન જુબી લુડો ગેમમાં રૂ. ૪૦,૦૦૦ હારી જતાં તેના ટેન્શનમાં આવી વાંકાનેરની ઢુવા ચોકડી પાસે પુલ નીચે ઉંદર મારવાની દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદમાં મંગલમ ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે નેશનલ હોસ્પિટલ-જબલપુર (મધ્યપ્રદેશ) ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધર છે