પાલનપુર તાલુકાના વાસણા(જ) ગામનો યુવક શનિવાર રાત્રે બાઇક લઇને લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યો હતો.જેને કાણોદર હુસૈન ટેકરી નજીક હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક વાહન લઇને ફરાર થઇ ગયો હતો. પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના વાસણા(જ) ગામના પિયુષકુમાર ધર્માભાઇ શેખલીયા (ઉં.વ.આ. 30) શનિવારની રાત્રે 10:30 કલાકે પોતાનું બાઇક નં. જીજે-08-બીએ-6514 લઇને ભરકાવાડા જવા નીકળ્યો હતો.જે કાણોદર હુસૈન ટેકરી નજીક હાઇવે પર પહોંચતા અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેથી તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
તેની લાશને પ્રાઇવેટ ગાડીમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમા લાવીને પી.એમ. કર્યા બાદ અંતિમ વિધી કરાઇ હતી. જે બાદ મૃતકના કાકા મગનભાઇ તળશીભાઇ શેખલીયા (પરમાર) એ સોમવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.