તળાજા પંથકમાં દીપડાએ આંટાફેરા શરૂ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. તળાજા તાલુકાના નવા સાંગણા ગામે ગત મોડી રાત્રી ના દીપડા એ એક ખેતર માં ઘુસીને વાછરડી નું મારણ કર્યુ હતું.
દીપડા ના આતંક થી ત્રાહિમામ બનેલા ખેડૂતો દ્વારા અગાઉ વનવિભાગ સમક્ષ અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતાં વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા ખેડૂતોમાં રોષ છવાયો હતો.