અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા વસંતપંચમી મહોત્સવ ઉજવાયો.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ તથા અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ - 04/02/2025 ના રોજ વસંતપંચમી નિમિત્તે સરસ્વતી વંદનાનો કાર્યક્રમ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત સરસ્વતી પૂજન તથા આરતી કરીને થઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલગુરુ પ્રોફે. નિરંજન પટેલ સાહેબે પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું કે - 'ऋतूनां कुसुमाकरः' વસંત ઋતુએ ભગવાન શ્રી કૃષ્ણનું જ સ્વરૂપ છે એવુ ગીતામાં કહ્યું છે. વસંતપંચમીના દિવસે માં સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતું. આવા પવિત્ર દિવસે માં ભગવતીની વંદના કરવી જોઈએ. આવા ઉત્સવો થકી મનુષ્યમાં ઉત્સાહનો સંચાર થાય છે તેથી કાલિદાસે કહ્યું છે કે - "મનુષ્યો ઉત્સવ પ્રિય છે." આમ ભારતીય ઉત્સવોનું અનેક ગણું મહત્વ રહેલું છે. તેનું વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક મહત્વ સમજી ઉત્સવોમાં પ્રવૃત થવું જોઈએ. આમ કહી અનેક ઉદારહરણો માધ્યમથી વસંતઋતુ અને માં સરસ્વતીની આરાધનાનું મહત્વ જણાવ્યું. ત્યાર બાદ વિભાગમાં અભ્યાસ કરતાં એમ.એ.ના વિદ્યાર્થીઓ તથા શોધાર્થીઓએ સરસ્વતીના વિવિધ સ્તોત્રનું ગાન કરી વસંતઋતુનું પૌરાણિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે રજુઆત કરી. અંતે વિભાગના અઘ્યક્ષ પ્રોફે. મહેન્દ્ર નાયીએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું કે - વસંતપંચમી નિમિતે અધ્યયનના વિવિધ આયામ સમજાવ્યા અને માં સરસ્વતીની ઉપાસનાએ વિદ્યાર્થીના જીવનમાં જરૂરી છે જેના થકી વિદ્યાની પ્રાપ્તિ થાય છે અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી માં સરસ્વતીની પ્રાર્થના કરી હતી. કાર્યક્રમનું સંચાલન વિભાગના અધ્યાપિકા દેવાંશી ભીંડેએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમના સકલન વિભાગના અધ્યાપક પ્રિયક રાવલે કર્યું હતું
રિપોર્ટર : સૈયદ અનવર. ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત.