કાલોલ ભા.જ.પ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નો કોઈક સ્થળે કરેલા ધાર્મિક સંમેલનમાં ઉત્સાહના આંતિરેક મા," જલારામ બાપાને ભગવાન બનાવી દીધા એ ભગવાન હતા જ નહીં અને પેલો સાઈબાબા ને પણ ભગવાન બનાવી દીધા એ કઈ નો છે એ કોઈને ખબર નથી સાઈબાબા તો મુસ્લિમ છે. આ આપણી જ કમ નસીબી છે કે પૂજવા જેવા કબીર સાહેબ સંત ને નહિ પરંતુ આમને પૂજો છો "ના ઉચ્ચારણો નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભા.જ.પના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે દિવસભર સોશિયલ મીડિયા મા સખ્ત નારાજગીઓ ઊભી થવા પામી હતી. અને જલારામબાપા વિરુદ્ધના અપમાનજનક ઉચ્ચારણો સામે લોહાણા સમાજ અને જલારામ ભક્તો દ્વારા સૌરાષ્ટ્ર સમેત વિવિદ્ય સ્થળોએ આવેદન પત્ર આપવામાં આવ્યા હતા કાલોલ ભા.જ.પ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સામે ભારે નારાજગીઓનો વિરોધ શરૂ થયા ત્યારે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આજ સાંજે એક ચેનલ સમક્ષ આપેલા ઇન્ટરવ્યૂમાં વિડીયો સાથે ચેડા કરાયા હોવાના આક્ષેપ સાથે જલારામ ભક્તો ની માફી માંગીને ઉભા થયેલા વાદવિવાદો ને બોલ્યા પછી શાંત પાડવાની કોશિશો કરી હતી..
કાલોલ ભા.જ.પ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જવાબ આપતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે આ અધૂરો છે અને મારા તથા ભા.જ.પ ના વિરોધીઓનું આ કાવતરું છે હું હિન્દુવાદી અને સનાતન ધર્મનો અનુયાયી છું અને સંત જલારામ બાપાના અનેક કાર્યક્રમો મેં કર્યા છે. કોઈ ઇરાદો ન હતો પરંતુ કદાચ આવી જગ્યાએ કંઈક બોલવાનું થયું હોય અને સંપ્રદાય અને સંત સમાજને દુઃખ થયું હોય તો હું માફી માગું છું મને કોઈ અધિકાર નથી કે પવિત્ર પુરુષ જલારામ બાપાનું અપમાન કરવું અને કોઈ ધર્મ કે સંતને બદનામ કરવાનો ઇરાદો નથી એટલે એક વાર નહીં 100 વાર માફી માંગવાની જાહેર સ્પષ્ટતા કાલોલ ભા.જ.પ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કરીને પોતાની સામે ઊભા થયેલા નારાજગીઓ ના અસંતોષને શાંત કરવાની સ્વ-બચાવ ની રાજનીતિ અમલ માં મૂકી હતી. ઉલ્લેખનિય છે કે આ અગાઉ ૨૯/૦૩/૨૦૦૯ ના રોજ લુણાવાડા ખાતે પાર્ટી બેઠકમાં તત્કાલીન યુ પી એ ચેર પરસન સોનિયા ગાંધી વિષે ખુબ જ અભદ્ર ટિપ્પણી કરતા તે સમયે ફતેસિંહ ચૌહાણ સામે ગુનો દાખલ થયો હતો. થોડા દિવસ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાય વિષે પણ વિવાદિત નિવેદન નો વિડિયો બહાર આવ્યા બાદ તેઓએ આ વીડિયો પોતાના વિરોધીઓ એ પોતાને બદનામ કરવા ચલાવ્યા નો રાગ આલાપ્યો હતો. પોતે ચુસ્ત સનાતની હોવા અને દેવી દેવતાઓ ને માનતા હોવાનો દાવો કરતા ધારાસભ્ય વારંવાર હિંદુ સમાજના દેવતાઓ વિષે નિવેદનો બદલ વિવાદમાં આવે છે.