બજરંગ ગૃપ દ્વારા ચાલતી સાર્વજનીક હોસ્પિટલમાં ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનાં દર્દીઓ લાભ લઈ છે. ખાસ કરીને નવી વસાહત, ખાડીયા, હિમખીમડી અને હરીપરમાં કોઈ દવાખાનું ન હોવાથી બજરંગ ગૃપ દ્વારા આ વિસ્તારમાં આરોગ્ય માટેની સેવા શરૂ થતાં લોકોને તેનો લાભ મળે છે. આ હોસ્પિટલના દર મહિને અલગ અલગ આરોગ્ય લક્ષી કેમ્પો નું આયોજન કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં ડો. સાપરા સાહેબ દ્વારા સુંદર સેવા આપવામાં આવે છે. હોસ્પિટલમાં દરરોજ ૧૦૦ ઉપરાંતના દર્દીઓ સારવાર મેળવે છે તેમ બજરંગ ગૃપ પ્રમુખ પરેશ પટ્ટણી ની યાદી જણાવે છે.