થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનમાં અચાનક ભીષણ આગ..

થરાદ માર્કેટયાર્ડની સામે આવેલી બે દુકાનમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા..

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની બે ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાના કારણની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી..

આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, દુકાનોમાં થયેલા નુકસાનનો અંદાજ હજુ લગાવવામાં આવ્યો નથી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગથી થયેલા નુકસાનની આકારણી કરવામાં આવશે, આ ઘટનાએ એકવાર ફરી અગ્નિસુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો છે..