કાલોલ તાલુકાના અડાદરા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય રોડ ઉપર ગંદકી ના કારણે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ જેના કારણે રાહદારીઓ હેરાન પરેશાન અડાદરા ગામમાં પંચાયત પાસે આવેલ મુખ્ય માર્ગ પાસે ખુબજ ભયંકર ગંદકી ના કારણે આ માર્ગ ઉપરથી ગામના તેમજ આજુબાજુ ગામના નાગરિકો તેમજ શાળા ના બાળકો ને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે અને આ મુખ્ય માર્ગ ઉપર થી અનેક નાના મોટા પ્રકારના વાહનો પસાર થઈ રહયા છે આ માર્ગ મુખ્ય હોય આજુ બાજુના ગામો જેવા કે ફણસી પરૂના આથમના ઘુસર મુવાડી તેમજ અનેક ગામોના નાગરિકો આ મુખ્ય રોડ ઉપરથી પસાર થતા હોય છે અને આ ગંદકીને કારણે આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ ને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે રોડ ઉપર ભયંકર ગંદકી ફેલાયેલી હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાય છે અને આ દુર્ગંધ ના કારણે આ વિસ્તાર ના નાગરિકો તેમજ સ્કૂલમાં જતા નાના બાળકો ને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે આ ભયંકર ગંદકીને કારણે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત સતાવી રહી છે અડાદરા ગ્રામ પંચાયતના અધિકારી પંચાયત પાસે ગંદકી હોવા છતાં આખ આડા કાન કરી રહયા છે જેથી ગામજનો ની માંગ ઉઠી છે કે વહેલી તકે ગ્રામ પંચાયત ગંદકી દૂર કરે અને ગામને સ્વચ્છ અને સુંફર બનાવે તેવી ગ્રામ જનો ની માંગ ઉઠી છે