SmartWatch with Toxic Chemical: હાલમાં જ અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોત્રે ડેમ દ્વારા સ્માર્ટવોચના બેન્ડને લઈને એક ચોંકાવનારો રિસર્ચ રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટ પ્રમાણે, દુનિયાની અનેક સ્માર્ટવૉચના બેન્ડમાં કેન્સર થઈ શકે એવા જીવલેણ કેમિકલ્સ છે. 'ફોરએવર કેમિકલ્સ' તરીકે ઓળખાતા આ તત્ત્વો વૈજ્ઞાનિક ભાષામાં પોલિફ્લૂરોઆલ્કલાઈલ (PFAS) તરીકે જાણીતા છે. એપલ, ગૂગલ, સેમસંગ, ફિટબિટ, મોડલ, કિંગ ઓફ કિંગ્સ (KingofKings) કેસિટિફાય (CASETiFY), ટાઈસેન ( Tighesen) અને વનુજા ( Vanjua) સહિત કુલ 15 કંપનીની સ્માર્ટવૉચ બેન્ડમાં આ જીવલેણ કેમિકલ જોવા મળ્યા છે, જે અનેક પ્રકારના કેન્સરની સાથે હોર્મોનલ, કિડની અને પ્રોસ્ટેટને લગતી બિમારીઓ નોંતરે છે.

શું છે PFAS?

PFAS સાદી ભાષામાં ફોરએવર કેમિકલ્સ તરીકે ઓળખાય છે. આ એવા કેમિકલ્સ છે, જેનો અનેક વિયરેબલ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં ઉપયોગ થાય છે. આ કેમિકલ્સમાં સિન્થેટિક કમ્પાઉન્ડ હોય છે, જે પ્રોડક્ટને પાણી અને તેલ જેવી વસ્તુઓથી સુરક્ષા કરે છે. પર્યાવરણમાં અને માનવ શરીરમાં આ કેમિકલના કારણે થતા નુક્સાન અંગે હેલ્થ એક્સપર્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.

અમેરિકાની યુનિવર્સિટીએ કર્યું રિસર્ચ

યુનાઇટેડ સ્ટેટ્સના નોત્રે ડેમમાં આવેલી યુનિવર્સિટી દ્વારા આ માટે ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. આ સ્ટડી તેમણે 22 સ્માર્ટવોચમાં કરી હતી જેમાં એપલ, નાઇકી, ગૂગલ, સેમસંગ, ફિટબિટ, કિંગ ઓફ કિંગ્સ (King of Kings), કેસિટિફાય (CASETiFY), ટાઇસેન (Tighesen), અને વનજુઆ (Vanjua) સહિત કુલ 15 કંપનીની સ્માર્ટવોચ બેન્ડમાં આ જીવલેણ કેમિકલ જોવા મળ્યા છે. આ સ્ટડીના કો-ઔથર ગ્રેહમ પ્રિસ્લીએ જણાવ્યું હતું કે, "PFAS સ્ક્રીનમાં જાય છે, પરંતુ એ કેટલા પ્રમાણમાં જાય છે એનો રેટ જાણી શકાયો નથી. જોકે એ ખૂબ જ ચિંતાનો વિષય છે કારણ કે આ બેલ્ટ લાંબા સમય સુધી ચામડી સાથે સંપર્કમાં રહે છે."

સ્માર્ટવૉચમાં વધુ પડતો ઉપયોગ

સ્માર્ટવોચમાં વધુ પડતાં PFASનો ઉપયોગ થાય છે અને એ ચામડી સાથે સતત સંપર્કમાં રહેતાં બીમારી થવાની શક્યતાઓ વધારે છે. હાથમાં પરસેવો થાય છે, ત્યારે આ બેન્ડ પરનું કેમિકલ ચામડીમાંથી શરીરમાં જાય છે અને ત્યાંથી એ સીધું બ્લડસ્ટ્રીમમાં પ્રવેશે છે. તેના કારણે ખૂબ જ ગંભીર બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. એટલું જ નહીં, તેનાથી કેન્સર તેમજ કિડની અને પ્રોસ્ટેટની લગતી બિમારીઓ પણ થઈ શકે છે. 

22 સ્માર્ટવૉચ બેન્ડ પર પરીક્ષણ 

આ રિપોર્ટ તૈયાર કરવા એક ઊંડું સંશોધન કરાયું હતું, જેમાં 22 સ્માર્ટવોચ બેન્ડનું પરીક્ષણ કરાયું હતું. આ પૈકી 15 સ્માર્ટવૉચમાં હાનિકારક જ નહીં, જીવલેણ કેમિકલ મળી આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, તેમાં એપલ અને નાઇક જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડનો પણ સમાવેશ થાય છે. આ સંશોધન પછી હેલ્થ એક્સપર્ટ્સ અને કન્ઝ્યુમર્સના હક માટે લડતાી સંસ્થાઓએ આ દરેક કંપની સામે કડક પગલાં લેવાની અપીલ કરાઈ છે. આ સાથે જ કંપનીઓને તેમના ઉત્પાદનો વેચતી વખતે સંપૂર્ણપણે પારદર્શક રહેવાનું પણ સૂચન કરાયું છે. 

ગ્રાહકો જાગૃત થાય તે પણ જરૂરી  

હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા કહેવાયું છે કે, આ કંપનીઓ તેમની પ્રોડક્ટમાં જે પણ હાનિકારક મટિરિયલનો ઉપયોગ કરે છે, તેની માહિતી જાહેર કરવી જરૂરી છે. આ વિશે માહિતી આપીએ તો જ ગ્રાહકો તેનાથી થતાં નુકસાનથી પોતાને બચાવી શકે. આ સંશોધન પછી ગ્રાહકોને પણ અપીલ કરાઈ છે કે, આ પ્રકારની દરેક પ્રોડક્ટ્સમાં કેવા કેમિકલનો ઉપયોગ થાય છે તેની માહિતી જોઈને, શરીરને નુકસાન ના થાય તેવા ઉત્પાદનો જ ખરીદવા. 

કંપનીઓ દ્વારા કરાયેલી દલીલો 

આ રિપોર્ટ જાહેર થયા પછી ઘણી કંપનીઓએ ખાતરી આપી છે કે, તેઓ તેમની સપ્લાય ચેઈનની તપાસ કરશે. આ ઉપરાંત કંપનીઓએ બેન્ડમાં હાનિકારક કેમિકલ હોય તે દૂર કરવા અથવા તો ઓછા કરવાની પણ બાંહેધરી આપી છે. આ માટે કંપનીઓએ મોટા ખર્ચે તાત્કાલિક પગલાં પણ લેવા પડશે, જે તેમના માટે ખૂબ પડકારજનક કામ છે. એપલ ઘણાં સમયથી કહે છે કે તે PFAS મુક્ત બેન્ડ બનાવે છે. કંપનીના કહ્યા મુજબ તે કૃત્રિમ રબરનો ઉપયોગ કરે છે, જેમાં ફ્લોરાઇડ હોય છે, પણ PFAS વગરનું હોય છે.

અમેરિકામાં એપલ વિરુદ્ધ કેસ ફાઇલ

જો કે, અમેરિકામાં એપલ વિરુદ્ધ કેસ ફાઇલ કરાયો છે. એપલ પર આરોપ છે કે, તેમણે સ્માર્ટવૉચ બેન્ડમાં ઝેરી કેમિકલનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યા છે. એપલના ઓશન, નાઈક સ્પોર્ટ અને રેગ્યુલર સ્પોર્ટ બેન્ડમાં પણ આ કેમિકલનો સમાવેશ થયાનું બહાર આવ્યું છે. એપલનો દાવો છે કે તેના બેન્ડ ફ્લોરેલાસ્ટોમરમાંથી બનાવવામાં આવે છે અને આ હેલ્થ ડિવાઇસ છે, જેમાં હાર્ટ રેટ, સ્ટેપ્સ અને સ્લીપ પેટર્ન જેવી હેલ્થને ઉપયોગી વસ્તુ છે. જો કે આ સંશોધન પ્રમાણે સ્માર્ટવૉચ હેલ્થનું ધ્યાન રાખવાના બદલે આરોગ્યને નુકસાન વધુ કરે છે.