પાલનપુર તાલુકાના માણકા ગામનો યુવક વડગામના સીસરાણા ગામે કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતો હતો. જ્યાં સોમવારે તેની રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. યુવકની હત્યા કરવામાં આવી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. દરમિયાન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પાલનપુર તાલુકાના માણકા ગામના ચિરાગજી મુકેશજી ઠાકોર (ઉ.વ. આ. 19) છેલ્લા એક વર્ષથી વડગામ તાલુકાના સીસરાણા ગામે ગુરૂ કોલ્ડ સ્ટોરેજમાં નોકરી કરતો હતો. દરમિયાન સોમવારે વહેલી સવારે તે રહેતો હતો તે રૂમમાં પંખા સાથે લટકેલો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં પરિવારજનો ત્યાં દોડી ગયા હતા. અને યુવકની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા. દરમિયાન પોલીસે મૃતદેહને વડગામ સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે ખસેડ્યો હતો. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.