ડીસા ઉત્તર પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત વધુ એક સફળ કામગીરી કરી છે, પોલીસે કુલ રૂપિયા 2,31,751ની કિંમતના 11 ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ શોધીને તેમના મૂળ માલિકોને પરત સોંપ્યા છે..
જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ, ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઇ એસ.ડી. ચૌધરી ની ટીમે આ કામગીરી ને અંજામ આપી, પોલીસે ઓનલાઈન ફરિયાદો અને સીધી અરજીઓના આધારે તપાસ શરૂ કરી હતી..
પોલીસ કર્મચારીઓ જે.ડી. પરમાર, પ્રવીણભાઈ, નરેન્દ્રભાઈ, મહંમદ ઇમરાન અને કરશનભાઈ એ કોલ ડીટેલ્સ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગનો ઉપયોગ કરીને મોબાઈલ શોધવામાં સફળતા મેળવી હતી..
મોબાઈલ પરત મેળવનાર લોકોએ પોલીસની કામગીરી ની સરાહના કરી અને આભાર વ્યક્ત કર્યો હતો..