ભારત સરકાર નવા ચાર લેબર કોડ લાવી રહી છે જે પૈકી બે લેબર કોડ સાથે ભારતીય મજદૂર સંઘ અસહમત છે એ અંગેનો પ્રદેશ કક્ષાનો સેમિનાર હેગડેવાર ભવન ખાતે ભારતીય મજદૂર સંઘ સંલગ્ન,૧૫૫ શ્રમિક સંગઠનો અંદાજે ૩૦૦ મુખ્ય પદાધિકારીઓની હાજરીમાં
૨૬/૧/૨૫ના રોજ આ સેમિનાર ડો.હેગડેવારભવન ખાતે યોજાયો હતો
બહુ ચર્ચિત ચાર લેબર કોડ ભારત સરકાર લાવી રહી છે એમાં બે લેબર કોડ શ્રમિકોના જીવનમાં હકારાત્મક રીતે પ્રભાવિત કરે છે જ્યારે બે લેબર કોડ એવા છે જે વિવિધ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના જીવન ધોરણ ઉપર નકારાત્મક અસર ઊભી કરી શકે એવા કેટલાક મુદ્દાઓ સંદર્ભે સંભાવનાઓ, વિશ્વના સહુથી મોટા શ્રમિક સંગઠન તરીકે પ્રસ્થાપિત એવા ભારતીય મજદૂર સંઘ વ્યક્ત કરી છે ત્યારે એ અંગેની ચર્ચાઓ જેમાં ક્યાં લેબર કોડ અંગે ભારતીય મજદૂર સંઘ ભારત સરકાર સાથે અસહમત છે અને કયા લેબર કોડ થી શ્રમિક પરિવારો માટે આશીર્વાદ રૂપ છે એની વિસ્તૃત જાણકારી અને અગામી એપ્રીલ માસથી આ ચાર લેબર કોડ ભારત સરકાર અમલમાં લાવે એવી સંભાવના ઉભી થઈ છે ત્યારે એ અંગે ભારતીય મજદૂર સંઘનું શું સ્ટેન્ડ રહેશે એ અંગેની વિસ્તૃત ચર્ચા માટે અખિલ ભારતીય મજદૂર સંઘ ના અધ્યક્ષ શ્રી પંડ્યાજી સાથે ઉપાઘ્યક્ષની પ્રેરક ઉપસ્થિતમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીજ્ઞેશભાઈ મજુમદાર અને મહામંત્રી ગિરીશભાઈ પટેલ સહિતના પ્રદેશના પદાધિકારીઓ વિવિધ મહાસંઘો ના રાજ્ય કક્ષાના પદાધિકારીઓ અને રાજ્યના જિલ્લા કક્ષાના શ્રમિક સંગઠનોના મુખ્ય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતીમાં આ સેમિનાર યોજાઇ હતો
ઉપરોકત કાર્યક્રમના સંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ જોષી , શ્રી વી પી પરમાર,શ્રી પ્રતાપસિંહ ચૌહાણ,શ્રી ઉમાકાન્ત પરમાર, શ્રી અનિલભાઈ પરમાર અને વિનોદભાઈ પરમાર તેઓને મદદરૂપ રહિયા હતા.
રાજેન્દ્ર સિંહ બી ચુડાસમા પ્રભારી, મિડીયા પ્રભાગ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ