મહેસાણા : કડી પોલીસે ગાંધીચોક પાસે આવેલી બકરાવાલી ચાલીમાં ચાલી રહેલા જુગારધામ ઉપર રેડ કરીને જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી જુગાર રમતા 1 ઇસમ ફરાર થઇ ચુક્યો હતો. કડી પોલીસે સ્થળ ઉપરથી ₹.1,25,800નો મુદામાલ કબ્જે કરીને 10 ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ વિસ્તારમાં પ્રોહિબિશન તેમજ જુગારની લગત કામગીરીમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફ ગાંધીચોક પાસે આવેલી પોલીસ ચોકીએ હાજર હતો. તે દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે બકરાવાલી ચાલીમાં ડેરીની બાજુમાં ખુલ્લી જગ્યામાં સિકંદર રાઉમા બહારથી માણસો બોલાવીને જુગાર રમાડી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને સ્થળ વાળી જગ્યા ઉપર કોર્નર કરીને રેડ કરતા 9 ઈસમો જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ ₹.76,800/- તેમજ મોબાઈલ અને વાહન સહિત કુલ ₹.1,25,800/ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ફરાર
સિકંદર રાઉમા રહે કડી
ઝડપાયેલ જુગારીઓ
વિનોદજી ઠાકોર રહે કડી
મહેન્દ્રજી ઠાકોર રહે કુંડાળ
ભરત ઉર્ફે ગુસ્સો પ્રજાપતિ રહે.કડી
વિપુલ રાવળ રહે કુંડાળ
બળવંતજી ઠાકોર રહે કટોસણ
ગોવિંદભાઇ દેવીપૂજક રહે કુંડાળ
અરવિંદસિહ મકવાણા રહે ફતેપુરા
જયંતિભાઈ પ્રજાપતિ રહે કડી
હરીભા સોલંકી રહે ભોયણી