કોકિલા બેન અંબાણી અંબાજી માતાજીના દર્શન કર્યા, મંદિર ટ્રસ્ટે કર્યું ભવ્ય સ્વાગત..
ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનાં માતા કોકિલાબેન અંબાણી એ દર્શન કર્યા હતા..
કોકિલાબેન પ્રથમ દાંતા ખાતેના હેલિપેડ પર ઉતર્યા હતા, ત્યાંથી મોટર માર્ગે અંબાજી મંદિર પહોંચ્યા હતા..
અંબાજી મંદિર ટ્રસ્ટે કોકિલાબેન નું ભવ્ય સ્વાગત કર્યું હતું, માં અંબાના ચરણોમાં શીશ નમાવી તેમણે આશીર્વાદ મેળવ્યા હતા..
કોકિલાબેન માતાજીના પરમ ભક્ત છે અને નિયમિતપણે દર્શન માટે આવતા રહે છે..
કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો દર્શન કરવા આવે છે, દેશ-વિદેશના અનેક વિશિષ્ટ વ્યક્તિઓ, નેતાઓ અને કલાકારો પણ અહીં માતાજીના આશીર્વાદ લેવા આવતા રહે છે, કોકિલાબેન ની આ મુલાકાત દરમિયાન તેમણે માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..