બનાવ ની વિગત અનુસાર તા ૩૦/૦૬/૨૧ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઈ આર ડી ચૌધરી પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે વેજલપુર ગામે રહેતા સઇદ અબ્બાસ મલીક અને સલમાન સરફરાજ શેખ ઉર્ફે કાચબો છોટા હાથી (ટાટા એસી) માં કતલ કરવાના ઈરાદે ગૌ વંશ ભરી ગોધરા તરફ જનાર છે અને તે હાઇવે રોડ બેઢીયા તરફથી આવનાર છે અને તેની આગળ પાયલોટ તરીકે મોટરસાયકલ ઉપર વેજલપુરના મોહમદ ઇબ્રાહિમ પાંડવા ઉર્ફે કસાઈ અને સલમાન એહમદ ભુરા આરીતે પાઇલોટિંગ કરી છોટા હાથી ટેમ્પો સાથે પસાર થવાના છે તેવી બાતમી મળતા સહયોગ હોટલ પાસે હાઇવે રોડ ઉપર પીએસઆઈ આર ડી ચૌધરી પોતાની ખાનગી કાર લઇ ઉભા હતા અને થોડે દુર સરકારી ગાડી ઊભી રાખેલ દરમિયાન ઉપરોકત બાતમી મુજબની ગાડી આવતા આગળ મોટરસાયકલ ઉપર બે ઈસમોને પોલીસે ઉભા રહેવા ઈશારો કરતા તેઓએ પુરપાટ વેગે મોટરસાયકલ મારી મુકી હતી જોકે પોલીસે બંનેને ઓળખી લીધા હતા ત્યારબાદ પાછળ આવતો ટેમ્પો ચાલક ને ઊભો રહેવા ઈશારો કરતા ટેમ્પા ચાલકે પૂરઝડપે પીએસઆઈની ઊપર ટેમ્પો ચડાવી દઈ મારી નાખવાની કોશિશ કરતા પીએસઆઈ સમય સૂચકતા વાપરીને સાઈડ માં ખસી જતા તેઓની ખાનગી કાર ને ટેમ્પા ચાલકે ટક્કર મારી દેતા ખાનગી કાર ના જમણા દરવાજા પાસે અથડાવી દઈ નાસવા લાગેલ પોલીસે તેઓનો પીછો કરતા કસાઈઓ નાંદરખા ગામ નજીક ગાડી મૂકી નાશી ગયેલા ગાડીમાંથી પોલીસે એક ગાય તથા એક બળદ અને એક વાછરડું કુરતાપૂર્વક કોઇપણ જાતના ઘાસચારા કે પાણીની સગવડ કર્યાં વગર બાંધેલ મળી આવેલા જે ત્રણ ગૌવંશની કિંમત રૂ.૪૫ હજાર અને છોટા હાથી જેની કિંમત બે લાખ કુલ મળીને રૂ ૨,૪૫,૦૦૦/ નો મુદ્દામાલ કબજે કર્યો હોવાની ફરિયાદ નોંધી આગળની તપાસ પીઆઇ એમ આર નકુમ દ્વારા કરાઈ હતી. સમગ્ર બાબતે ચાર્જશીટ બાદ હાલોલના ત્રીજા એડી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓ તરફે એડવોકેટ કે ડી મલેક હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી. ફરિયાદ પક્ષે પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શક્યા ન હોય તેમજ પકડાયેલ ગૌ વંશ પાંજરાપોળમાં મોકલ્યા હોવાની વિગત કે કોઈ પાવતી રજુ કરી નથી કે કોઈ યાદી પણ આપી નથી.સહયોગ હોટલ મા સીસીટીવી કેમેરા હતા કે નહી તે અંગેનું કોઈ નિવેદન મેળવ્યું નથી. પાયલોટિંગ કરનાર મોટરસાયકલ નુ રજીસ્ટ્રેશન નંબર કે વાહન ની કોઈ વિગત મેળવી નથી જે શંકા ઉપજાવે છે. બનાવ પહેલા પંચો આરોપીઓને ઓળખતા હોવાનું જણાવ્યું છે પણ કઈ રીતે, શા માટે ઓળખતા હતા તે અંગે તપાસમાં કોઈ નિવેદન લીધેલ નથી. ફરિયાદી ઉપર મારી નાખવાને ઈરાદે છોટા હાથી ગાડી ભટકાવાય છે તે હકીકત પણ પુરવાર થયેલ નથી. આરોપીઓ ગાડી મૂકી ભાગ્યા ત્યારે ઓળખાઈ ગયા એવુ ફરિયાદમાં જણાવ્યું છે ત્યારે ટૂંકા અંતરે આરોપીઓ ઓળખાઈ ગયા તો પકડાયા કેમ નહી ? ગૌ વંશ ને બાંધેલ ટૂંકા દોરડા કબજે કર્યા નથી તેવુ ફરિયાદી ઉલટ તપાસમાં સ્વીકારે છે. પકડાયેલા ગૌ વંશ નુ ટેગિંગ કરાયેલ નથી કે વેટનરી ડોક્ટર પાસે મેડિકલ ચકાસણી કરાવેલ નથી. પાંજરાપોળની કામગીરી ઉપર પણ શંકાઓ વ્યક્ત કરી છે. વધુમાં પંચો ને કોણે બોલાવ્યા, ગૌ વંશ ક્યા વાહનમાં પાંજરાપોળમાં લઈ જવાયા તે પ્રશ્ન ના કોઈ જવાબ નથી.પંચો પણ કેસને સમર્થન આપતા નથી. બાતમી અંગે સ્ટેશન ડાયરીમાં કોઈ ઉલ્લેખ નથી. ફરિયાદીએ ડોક્ટર પાસે સારવાર દરમ્યાન આરોપીઓએ કઈ જગ્યાએ કઈ તારીખે કેવી રીતે હુમલો કર્યો તે વિગત લખાવી નથી. તમામ વિગતે હાલોલના ત્રીજા એડી. સેશન્સ જજ બી ડી પરમાર દ્વારા રેકર્ડ પરના પુરાવાથી એવું પુરવાર થાય છે કે પંચોની પોલીસ સ્ટેશનમાં સહી લઈ,ડોક્ટર પાસેથી મેળવેલ મેડિકલ સર્ટિફિકેટ નો ફરિયાદ બાદ દુરુપયોગ કરી,કોઈપણ ગૌ વંશ ને પાંજરાપોળમાં મોકલવામા આવ્યા હોવાનું રેકર્ડ પર પુરવાર નહી કરી,પોલીસ સાહેદો ગુનાહિત મદદગારીથી ગોવંશ ને લઈ જતા હોવાની ખોટી ફરિયાદ આરોપીઓ સામે કરી ખોટું ચાર્જશીટ કર્યું હોવાનુ તારણ કાઢી આરોપી (૧)સઇદ અબ્બાસ મલેક (૨) સલમાન સરફરાજ શેખ ઉર્ફે કાચબો (૩) મોહમદ ઉર્ફે કસાઈ હાજી ઇબ્રાહિમ પાંડવા (૪) સલમાન એહમદ ભુરા તમામ રે. વેજલપુર તા કાલોલ (૫) રમેશભાઈ ચંદુભાઈ રે. જુના ઘુસર તા. ગોધરા નાઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો અને પોલીસ કર્મચારીઓ આર ડી ચૌધરી,સવજીભાઈ મોકાભાઈ , અજીતસિંહ પ્રવિણસિંહ, જીગર કુમાર નારાયણભાઈ, ભેમજીભાઈ ધર્માભાઈ, પરેશકુમાર લાલજીભાઈ સામે ઈપીકો કલમ ૨૧૧ મુજબ અને તપાસ અધિકારી એમ આર નકુમ સામે જીપી એક્ટ ની કલમ ૧૪૭(સી) મુજબ અને પોલીસ અધિકારી એચ સી રાઠવા સામે ઇપીકો કલમ ૨૧૧ મુજબ ફરીયાદ શા માટે ના નોંધાવવી? તેમજ તમામ સામે ખાતાકીય તપાસ થઈ શખત શિક્ષા થાય તે માટે ડીજીપી ગુજરાત રાજ્યની શા માટે ન લખવું ? તેનો લેખિત ખુલાસો તા ૦૩/૦૨/૨૦૨૫ ના રોજ ૧૦:૪૫ કલાકે લેખીતમા રજુ રખાવવા તેમજ નામદાર સુપ્રીમ કોર્ટના સ્ટેટ ઓફ ગુજરાત વિરુદ્ધ કિશનભાઇ વિગેરે ના ચુકાદામાં કરેલ અવલોકન મુજબ આ હુકમની એક નકલ વેજલપુર પોલીસ સ્ટેશનના ઈનચાર્જ મુદામ પોલીસ ઑફિસર મારફતે મોકલવી અને ચુકાદાની નકલ ડીજીપી ગુજરાત ગાંધીનગરને મળ્યાની પહોંચ પણ તા ૦૩/૦૨/૨૫ ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનના ઈનચાર્જ દ્વારા રજૂ રખાવવા નો આદેશ ફરમાવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Baweja Studios IPO Listing News | कंपनी क्यों ला रही है आईपीओ, इस Fund का कैसे होगा इस्तेमाल?
Baweja Studios IPO Listing News | कंपनी क्यों ला रही है आईपीओ, इस Fund का कैसे होगा इस्तेमाल?
Breaking News: Bihar में फुटपाथ पर चाय बेचने वाले लड़के ने किया कमाल | Aaj Tak News
Breaking News: Bihar में फुटपाथ पर चाय बेचने वाले लड़के ने किया कमाल | Aaj Tak News
अब हाइड्रोजन फ्यूल सेल से बस चलाएगी इंडियन आर्मी, जानें क्या है खासियत
भारत में प्रदूषण को कम करने और स्वच्छ ईंधन से वाहनों को चलाने के लिए निर्माताओं की ओर...
RBI Monetary Policy: RBI ने लगातार छठी बार बढ़ाया रेपो रेट, लोन होंगे महंगे
RBI Monetary Policy 2023 Live Updates: आज भारतीय रिजर्व बैंक (RBI) के मौद्रिक नीति समिति...
આઝાદી પહેલાનું ભારત જોવું છે તો આ વીડિયો જોઈલો | This was India before independence
આઝાદી પહેલાનું ભારત જોવું છે તો આ વીડિયો જોઈલો | This was India before independence