તળાજા તાલુકાના અલંગ ગામે રહેતા મુન્નાભાઈ આણંદભાઈ મકવાણા તથા તેના મિત્ર સંજયભાઈ શિવાભાઈ કુટેચા મણાર ગામના જીતુ ની વાડીએ શાકના પ્રોગ્રામમાં ગયેલ ત્યારે મુન્નાભાઈ ના મિત્ર. સંજયભાઈ ને મણાર ગામના જયદીપ રાઘુભાઈ, જીતુ મારુ તથા વિનોદભાઈ ધનાભાઈ મારુ સાથે માથાકૂટ થતા તેઓએ સંજયભાઈ ને ઢીકા પાટુનો માર મારી ગાળો આપી પાઈપ વડે માર માર્યાની તથા તેને છોડાવવા જતાં પોતાને પણ માર માર્યાની અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અલંગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.