ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીનું રણસિંગુ ફૂંકાયું છે ત્યારે આગામી ફેબ્રુઆરીમાં પંચમહાલ જિલ્લાની કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ના આદેશ મુજબ તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષ ના નેતા અમિતભાઈ ચાવડા મધ્યગુજરાત A.I.C.C મંત્રી પ્રભારી રામકિશન ઓઝાજીના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રદેશ કક્ષાએથી કાલોલ નગરપાલિકાના નિમાયેલા નિરીક્ષક અજીતસિંહ ભાટીની ઉપસ્થિતિમાં તથા કાલોલ શહેર પ્રમુખ અશોક ઉપાધ્યાય, તાલુકા પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ ખાતે જિલ્લામાંથી નિમાયેલા નિરીક્ષક પંચમહાલ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ઉમેશભાઈ શાહના સંકલન અને આયોજનથી કાલોલ નગરપાલિકા કોંગી આગેવાનોની ચૂંટણીલક્ષી મહત્વની કોર કમિટી અને સંકલન સમિતિની મીટીંગ કાલોલના સરદાર ભવનમાં યોજાયેલ હતી જેમાં ચૂંટણી લક્ષી ઉપયોગી રણનીતિ નક્કી કરવામાં આવેલ ઉમેદવાર પસંદગી, પ્રચાર પ્રસાર, બુથ સમિતિ લીગલ બાબત સાહિત્ય જેવા મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા થયેલ. ઉમેદવારોની યાદી પ્રદેશ કક્ષાએ ઝડપથી મોકલવા કાર્યવાહી થયેલ હતી તથા લીગલ સપોર્ટની ટીમ પણ તૈયાર કરવા સર્વાનુમતે નક્કી થયેલ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે આ મીટીંગ માટે શુભેચ્છા પાઠવેલ હતી કાલોલ ની મીટીંગમાં ખૂબ જ ઉપયોગી ચર્ચા વિચારણાઓ થયેલ હતી.