ડીસામાં વેપારીએ મિત્ર પાસે ઉછીના રૂપિયા લઇ પરત ન આપતાં ડીસાની એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટે મહીલાને એક વર્ષની કેદનો હુકમ કર્યો હતો.

ડીસાના શ્રીરામ ચોકમાં રહેતાં પરેશકુમાર ઇશ્વરલાલ ચોખાવાલા પાસે સમાજના અને તેઓના મિત્ર રસીકલાલ ચોખાવાલાએ રૂ. 9 લાખની જરૂરીયાત હોઇ ચારેક માસ માટે રસીકલાલની પત્ની શર્મિષ્ઠાબેનની હાજરીમાં આપ્યા હતા અને રકમ દોઢેક માસમાં ચૂકવી આપીશ તેમ જણાવ્યું હતું.

જેથી પરેશભાઇએ મુદ્દત પુરી થતાં ઉઘરાણી કરતાં રૂ. 9 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફર્યો હતો.જેથી તેઓએ વકીલ મારફતે નોટીસ પાઠવી હતી. ત્યારબાદ પણ તેઓએ રૂપિયા ન ચૂકવતાં શર્મિષ્ઠાબેન ચોખાવાલા સામે ડીસા કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો.

જે કેસ એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ વાય.એન.પટેલે વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી શર્મિષ્ઠાબેન રસીકલાલ ચોખાવાલાને એક વર્ષની સાદી કેદની સજા અને રૂ. 9 લાખ 30 દિવસમાં વળતર તરીકે ચૂકવવાનો આદેશ કર્યો હતો અને જો તેઓ વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો.