તળાજા તાલુકા ના શોભાવડ ગામના રહેવાસી દીપકભાઈ ખીમજીભાઈ સોસા (ઉ.વ.૪૧ ) એ રાત્રે જીવલેણ દવા પીધી હતી જેને તે રાત્રે તળજાના ખાનગી હોસ્પીટલ માં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ તબિયત બગડતા ભાવનગર લઈ જવામાં આવ્યા જ્યા ૨૧.૦૧.૨૦૨૫ ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું છે

તેમના મોટા ભાઈ પ્રવિણભાઈ ખીમજીભાઈ સોસા હાલ તળાજા કોર્ટ માં વકીલ છે તેમના જણવ્યા મુજબ ગત તારીખ ૧૫.૦૧.૨૦૨૫ ના રોજ દીપકભાઈ દ્વારા બપોર પછીના ગાળામાદારૂ ના અડ્ડા માં રેડ પડાવી ૧૩૦ લીટર દારૂ પકડાવ્યો હતો જેનું વેર રાખી કિશોરભાઈ તથા તેમના માણસો દ્વારા અવાર નવાર ધમકી આપવા માંઆવતી હતી તથા ઘરે જાય ત્યારે પિછો કરવામા આવતો.

આ ઉપરાંત મૃતક ના ભાઈ ના જણાવ્યા મુજબ દવા પિતા પેહલા તમને ફોન કરવા માં આવ્યો હતો તથા કહેવામાં આવ્યું હતું કે હુ આ ચાર લોકો જેમા કિશોર, ગોવિંદ, સંજય, અને સાજીદ ના ત્રાસ થી દવા પીવ છું મને જે પણ થય તેના માટે આ લોકો ના નામ પોલીસ ને આપવા અને મારી દીકરી નું ધ્યાન રાખજો.વધુમા પ્રવિણ ભાઈ સોસા ના જણાવ્યા પ્રમાણે આ ચાર શકશો સામે પેહલા પણ પોલીસ ને જાણ કરવામાં આવી હતી તથા ફરિયાદ નોંધાવા માં આવી હતી.

આ અનુસંધાને એડવોકેટ પ્રવિણ ભાઈ દ્વારા કેહવામા આવ્યું કે ફરીયાદ થય હોવા છતાં તળાજા પોલીસ દ્વારા કોઈપણ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવી હતી