તળાજા ગોપનાથ રોડ પર ઉંચડી નજીક એસ.ટી બસ બાઈક નો અકસ્માત સર્જાયો હતો. તળાજા ડેપોની એસટી બસને અકસ્માત નડયો હતો. તળાજા ગોપનાથ રૂટની એસટી બસનો ઉંચડી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી.
ઇજાગ્રસ્ત વ્યક્તિને ૧૦૮મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ જણાવ્યા મુજબ તળાજાના આધેડની ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટના બાદ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટયા હતા. આ ઘટનાની જાણ થતા દાઠા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આ અકસ્માત અંગેની તપાસ હાથ ધરી હતી.