કાલોલ ની ધી એમજીએસ હાઈસ્કૂલ ના પ્રાથમિક વિભાગ ના વિજ્ઞાન શિક્ષક અને તેમની ધોરણ ૮ ની બે બાળકીઓ આ એક નવી જ ઝુંબેશ હાથ માં લીધી છે.
શાળા ના શિક્ષક સિંધવ જયેશ મુકુન્દરાય અને તેમની વિદ્યાર્થિનીઓ પરમાર અવની સેમ્યુલભાઈ તેમજ પરમાર સાક્ષી ભાવેશભાઈ એ શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ અને શાળા ના સહયોગ થી કાલોલ ની વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ જઈ ને માસિકચક્ર અને તેને લગતી અંધશ્રદ્ધાઓ દૂર કરવાના અને સમાજ માં આ અંગે ની જાગૃતતા લાવવાના સતત પ્રયત્નો કરે છે.
ઉપરાંત તેઓ ઓનલાઇન વેબિનાર અને વિવિધ વિજ્ઞાનમેળા જેવાકે cre8-2024 (ITM collage) edu carnival (Amrit Vidhyalay) માં પણ ભાગ લઈ ને અત્યાર સુધી ૨૦૦૦ થી વધુ લોકો ના સંપર્ક માં આવી ને માસિકચક્ર એક સ્ત્રીઓ માં થતી એક સામાન્ય શારીરિક ક્રિયા છે અને એ કોઈ અપવિત્ર બાબત નથી તેવું સમજાવવાના સતત પ્રયત્નો કરે છે.