વાંકાનેરમાં. 16 જાન્યુઆરીએ માંધાતાદેવ અને વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ત્રીજો સમૂહ લગ્નોત્સવ પણ યોજાશે

વાંકાને૨ : ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે તારીખ 16 જાન્યુઆરી ને ગુરુવારના રોજ વાંકાનેર ખાતે યોજાશે. સાથે જ ત્રીજા સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે.

વાંકાનેરના થાન રોડ પર નિર્માણ પામેલા ભગવાન માંધાતાદેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાશે. સાથે જ માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ-વાંકાનેરના ઉપક્રમે ત્રીજો સમૂહ લગ્નોત્સવ પણ યોજાશે. 16 જાન્યુઆરીએ સવારે 6 થી 12 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન ક૨ાયું છે. સવારે 6 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરાયું છે. જેમાં 16 નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. કાર્યક્રમમાં શાસ્ત્રી હિતેષભાઈ જોષી (વાંકાનેર) ઉપસ્થિત રહેશે. સમારંભના અધ્યક્ષપદે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને કેન્દ્ર સરકારના રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા હાજર રહેશે. આ ઉપરાંત સંતો-મહંતો અને રાજકીય-સામાજિક આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં પધારવા સમસ્ત કોળી સમાજ સમિતિ- વાંકાનેર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.