આગામી દિવસોમાં આવનાર મકરસંક્રાંતિ નો તહેવાર શાંતિપુર્ણ માહોલમાં ઉજવાય અને કાયદાનુ પાલન થાય કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય.લોકોમાં સલામતીનો અહેસાસ થાય તે હેતુથી કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી કે ક્રિશ્ચયન તથા ટાઉન પોલીસ સ્ટેશનના એ એસ આઇ ભાવેશભાઇ અને પોલીસ સ્ટાફ સાથે આજ રોજ રવિવારે કાલોલના વિવિધ માર્ગ પર થી ફુટ માર્ચ યોજી હતી.
મકરસંક્રાંતિ પર્વની શાંતીપુર્ણ રીતે ઊજવણી થાય તે માટે કાલોલ પોલીસે નગરનાં માર્ગો પર ફુટ માર્ચ યોજી
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2025/01/nerity_da457fe1e9afbbc95bca53fa0fa39a8e.jpg)