ડીસા તાલુકાના ભોયણની સીમમાંથી બે શખસો ચાઇનીઝ દોરીની 15 ફીરકી સાથે ઝડપ્યા હતા. ડીસા તાલુકા પોલીસ સ્ટાફ ગુરુવારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.ત્યારે ભોયણ ગામે આવતાં બાતમી મળી કે બે શખસો પ્લાસ્ટીકના કટ્ટામાં ચાઇનીઝ દોરી લઇને આવે છે.
પોલીસે ભોયણથી સામઢી જવાના રસ્તા ઉપર ભોયણ ગામની સીમમાંથી ચાલતા જતાં સંજય વેલાજી ઠાકોર (દેલાસણીયા) (રહે.સામઢી મોટા વાસ, તા.પાલનપુર) અને ભુરાજી ઓધારજી ઠાકોર (દેલાસણીયા) (રહે.સામઢી મોટા વાસ,તા.પાલનપુર) પાસેથી ચાઇનીઝ દોરીની 15 ફીરકી કિંમત રૂ.15,000 નો મુદ્દામાલ કબજે કરી ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.