રાજ્ય સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા કાલોલ તાલુકા કક્ષા નો કલામહાકુંભ અડાદરા ખાતે આવેલ શ્રી એમ.આર. હાઇસ્કુલ ખાતે યોજાયેલ ૨૦૨૪-૨૫ ના આ કલા મહાકુંભમાં બોરુ પ્રાથમિક શાળા સાંસ્કૃતિક વિભાગમાં રાસમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. લગ્નગીત સ્પર્ધામાં (૦૬ થી ૧૪ વર્ષ વય જૂથ) બાળકો એ પ્રથમ ક્રમ અને વાદન વ્યક્તિગત લોકગીત સ્પર્ધા માં કાજલબેન બારોટ અને આસમા એ તૃતીય ક્રમે વિજેતા થતાં શાળાનું અને કાલોલ તાલુકા નું કલા ક્ષેત્રે નામ ઉજાગર કરવા બદલ અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા પરિવાર વતી આચાર્ય ગૌરાંગ જોશી એ કલાકારોની આંતરિક શક્તિઓને પુરસ્કૃત કરવાના અભિગમથી સતત ચાર વર્ષ થી પ્રથમ નંબર મેળવવા બદલ સૌ સ્પર્ધકો અને માર્ગદર્શક કાજલબેન બારોટને અભિનંદન
પાઠવ્યાં હતા. સૌનો સાથસૌનો વિકાસ તે રીતે સાંસ્કૃતિક વારસાનું પણ જતન થાય તે ઉદે્શને પરિપૂર્ણ કરવા છેવાડાના ગામડાઓથી માંડીને શહેરોમાં કલાનું કલાત્મક વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી કલાકારોને
અભિવ્યક્ત કરવાની તક મળી તે બદલ સમગ્ર વાલીગણ ગૌરવની લાગણી અનુભવે છે. તાલુકા કક્ષાએ વિજેતા સ્પર્ધકોને જિલ્લા કક્ષાએ તથા ત્યારબાદ ઝોન કક્ષાએ સ્પર્ધા માટે મોકલવામાં આવશે.