મુસ્લીમ ધર્મના સાતમો મહીનો એટલે રજબ માસ ની છઠ્ઠી તારીખ ના રોજ રાજસ્થાન અજમેર શરીફની દરગાહમાં આરામ ફરમાવતા સુફી સંત હજરત સૈયદ મોઇનુદ્દીન હશન ચિસ્તી ખ્વાજા સાહેબના ઉર્સની ઉજવણી પ્રસંગે ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઈંદે ચિસ્તીયા ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ કાલોલ ખાતે ખ્વાજા સાહેબના ૮૧૩ માં ઉર્સના મોકા પર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં સોમવારે રિફાઇ કમેટી દ્વારા આયોજીત જલાલી રાતીબે રિફાઈના કાર્યક્રમના બીજા દિવસે ખ્વાજા સાહેબના ઉર્સના શુભ અવસરે મંગળવારના રોજ સવારના પહોરમાં અઝીમેમીલ્લત ફ્રેન્ડ સર્કલ દ્વારા જુલૂસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના તમામ આલીમો અને મદ્રેસાઓના નાના ભૂલકાઓ તથા નાની બાળાઓ અને મોટીસંખ્યામાં આગેવાનો જોડાયા હતા.આ ઉર્સ નિમિત્તે નગરના વિવિધ વિસ્તારોમાં જુલૂસ નીકળ્યું હતું અને જુલૂસ નુરાની ચોકથી પ્રસ્થાન કરીને વિવિધ મુસ્લીમ વિસ્તારોમાં ફરી પરત નુરાની ચોક ખાતે આવી પહોંચતા સલાતો સલામ બાદ જુમ્મા મસ્જીદ કમેટી દ્વારા નીયાઝ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બપોરના સુમારે સુરત શહે૨ મોટી ગાદીના ધર્મગુરુ પીર હજરત ગોસુદ્દીન રિફાઈ સાહેબના સાહબઝાદા હઝરત સૈયદ અમીરુદ્દીન બાબા રીફાઇની ઉપસ્થિતમાં જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ મંગળવારના રોજ બપોરે ૨:૩૦ વાગે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં સભાના રૂપમાં ફેરવાયુ હતુ આ ધાર્મિક કાર્યક્રમમાં પીરો મુર્સીદ હજરત અમીનુદ્દીન રીફાઇ બાબાની હાજરીમાં વિવિધ કાર્યક્રમો ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવ્યા હતા. અંતે ખ્વાજા સાહેબના ઉર્ષ ને લઇ રાત્રે સાડા સાત કલાકે કાલોલ શહેરની પ્રાર્થમિક કુમાર શાળા સામેના મેદાનમાં ગરીબ નવાજ કમેટી દ્રારા નિયાજનુ સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકોએ રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ભાગ લઇ નિયાઝ આરોગી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel-Hamas जंग के बीच US President Biden इजरायल पहुंचकर क्या करने वाले हैं? Iran
Israel-Hamas जंग के बीच US President Biden इजरायल पहुंचकर क्या करने वाले हैं? Iran
परळीतील गर्भपात प्रकरणाची आरोग्य संचालकांकडून दखल.
परळीतील गर्भपात प्रकरणाची आरोग्य संचालकांकडून दखल.
US Election Result 2024 Updates: Donald Trump की लंबी छलांग, 109 इलेक्टोरल कॉलेज वोट से आगे
US Election Result 2024 Updates: Donald Trump की लंबी छलांग, 109 इलेक्टोरल कॉलेज वोट से आगे
Ajit Pawar to inaugurate new NCP office in Mumbai
Maharashtra Government's new DCM Ajit Pawar to inaugurate new NCP party office in Mumbai.