ડીસા-આખોલ ચાર રસ્તા પર ધાનેરા રોડ ઉપર એક શોપિંગ સેન્ટરમાં છેલ્લા કેટલાંય સમયથી ચોકીદારી કરતાં આધેડે શનિવારે સાંજે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાના પગલે લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાતા મૃતકનું નામ દાનાભાઇ વરસંગભાઇ લુહાર હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે લાશને નીચે ઉતારી ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.