ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના સમૌ મોટા ગામે રોકડ રકમ રૂ.20,310 ના મુદ્દામાલ સાથે 5 જુગારીયાઓને પકડી જેલના હવાલે કરાયા હતા.
ડીસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જી.પ્રજાપતિ સ્ટાફ સાથે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે સમૌ મોટા ગામે જૈન દેરાસર બાજુમાં આવેલ ભુરસિંગ ચેલસિંગ જાદવના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા હતા.
પોલીસે રેડ કરતાં રોકડા રૂપિયા 20,210, મોબાઇલ ફોન નંગ -3 કિંમત રૂ.15,000 મળી કુલ રૂપિયા 35,310 ના મુદ્દામાલ સાથે વિરમસિંગ વિહુભા જાદવ, ભારતસિંગ ઘુડસિંગ જાદવ, મોડણસિંગ પથુસિંગ જાદવ, શક્તિસિંગ વજેસિંગ જાદવ અને મોબતસિંગ વેલસિંગ જાદવ (તમામ રહે.સમૌ મોટા,તા.ડીસા)ને પકડી ડીસા રૂરલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.